ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર, જુઓ ત્યાં ધનતેરસમાં થાય છે આ વિશેષ પૂજા, અત્યારે જ ફોટાને સ્પર્શ કરીને આશીર્વાદ લ્યો

ધર્મ

હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મી જેના પર મહેરબાન હોઈ એના પર સદૈવ ધનની વર્ષા થતી હોય છે. વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે.

અમૂકવાર ધન પ્રાપ્ત કરવા માટે મેહનત સાથે કિસ્મત પણ હોવી જોઈએ છે. જ્યોતિષશાસ્ત્ર માં માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રોજ સવારે અને સાંજે અષ્ટલક્ષ્મી નો પાઠ કરવો જોઈએ. મા લક્ષ્મી ના આશીર્વાદ વગર આપણા જીવનમાં આર્થિક ઉન્નતિ થતી નથી.

ગુજરાત રાજ્યના અમદાવાદમાં એકમાત્ર શિવાનંદ આશ્રમમાં અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર આવેલું છે જે ગુજરાતનું પહેલું અને ભારતનું બીજું અષ્ટ લક્ષ્મી મંદિર છે. આ મંદિરમાં મોટી માત્રા માં ભકતો દર્શન કરવા માટે આવે છે.

લક્ષ્મી માતાની ધનતેરસનાં દિવસે ભાવિ ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે. જેમાં સમૂહ પૂજા એક સાથે થતી હોય છે અને એક જ પરિવારનાં સભ્યો તેમજ સમૂહમાં આવેલા ભક્તો શ્રી યંત્રની પૂજા વિધિમાં ભાગ લેતા હોય છે અને માં લક્ષ્મી ની આરતી કરવાનો લ્હાવો લેતા હોય છે.

જ્યારે દિવાળીનાં પવિત્ર તહેવારના દિવસે અન્નકૂટ પણ ચડાવવામાં આવે છે. અહીંયા આવેલા મંદિરમાં માં લક્ષ્મી નાં આઠ સ્વરૂપની અલગ અલગ વિશેષતા પણ છે. દિવાળીનાં દિવસે માતાજીને અન્નકૂટ ચડાવવામાં આવે છે.

અન્નકૂટમાં ફ્રુટ, મીઠાઇ, પંચામૃતનો અભિષેક તેમજ ઘરમાં ખવાતી વિવિધ વસ્તુઓ અન્નકૂટમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત શ્રી યંત્રની પૂજા પણ કરવામાં આવે છે. ધનતેરસનાં દિવસે પૂજા કરવામાં આવતા પહેલા અહીં દરેકે નામ પણ નોંધાવવું પડે છે.

કેમકે, મોટી સંખ્યામાં લોકો પૂજા વિધિમાં જોડાતા હોય છે. માં લક્ષ્મી ની સાચા દિલ થી પૂજા અર્ચના કરવાથી તે પ્રસન્ન થાય છે અને પોતના ભક્તો ને ક્યારે પણ ધનની અછત થવા દેતી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.