રણચંડી બની માતા / પોતાની દીકરી પર નજર બગાડનાર શખ્સ સાથે માતાએ કર્યો મુકાબલો, જુઓ અંતે કર્યું એવું કે જાણીને તમે પણ કહેશો જે કર્યું એ બરાબર જ કર્યું

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દીકરી પર બળાત્કાર કરવાના પ્રયાસમાં માતાએ આરોપીનો ચાકુથી પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મહિલાનો આરોપ છે કે યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેની 14 વર્ષીય દીકરી પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીના મહેબાગંજની છે. માતાએ કહ્યું હતું કે તે દિવસે સવારે આખો પરિવાર ખેતરમાં કામ કરવા ગયો હતો. દીકરી ઘરમાં એકલી હતી. આ દરમિયાન બાજુની ગલીમાં રહેતો એક યુવક ઘરમાં આવી ચઢ્યો હતો અને દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. દીકરી બૂમો પાડવા લાગી હતી અને ભગવાનની કૃપાથી તે ત્યારે જ ઘરે આવી હતી.

વધુમાં માતાએ કહ્યું હતું કે દીકરી ઘરમાં અસ્ત-વ્યસ્ત હાલતમાં જોવા મળી હતી. તે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી. જોકે, આરોપીએ તેને પકડી રાખી હતી. તે દોડીને અંદર ગઈ હતી.  માતાએ આગળ કહ્યું હતું કે યુવકના માથે હેવાનિયત સવાર હતી.

તે તેને મારીને દીકરી પર બળાત્કાર ગુજારવા માગતો હતો. તેને પણ યુવકને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાના કપડાં ઉતારવા લાગ્યો હતો. તેને લાગ્યું કે હવે તે હારી જશે ત્યારે તે રસોડામાં ગઈ અને ચાકુ લઈને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. 

આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો પણ આવી ગયા હતા. તેમણે પણ યુવકને માર માર્યો હતો. માતાએ એમ પણ કહ્યું હતું કે તેને પ્રાઇવેટ પાર્ટ કાપવાનો કોઈ અફસોસ નથી. તે સમયે તેનું માથું ગુસ્સાથી ભમતું હતું અને તે આવા લોકોને આ રીતની સજા જ આપવા માગતી હતી. હવે તે કોઈને પોતાની હવસનો શિકાર બનાવી શકશે નહીં.

ગામવાસીઓએ કહ્યું હતું કે આરોપી યુવકનું નામ હરિશંકર છે અને તે શિવ કોલોનીમાં રહે છે. તેઓ કામ કરતાં હતા. આ જ સમયે તેમણે અવાજ સાંભળ્યો હતો. તેઓ દોડીને પહોંચ્યા તો ઘરમાં એક યુવક લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો. તરત જ યુવકના પરિવાર તથા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પરિવાર હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યારે 14 વર્ષીય સગીરાએ કહ્યું હતું કે સવારે 10 વાગ્યાની આસપાસ તે ઘરમાં એકલી હતી. તેની માતા તથા પરિવાર કામે ગયો હતો. આ દરમિયાન બીજી ગલીનો યુવક ઘરમાં આવી ગયો હતો. તેણે તેને જોરથી પકડી રાખી હતી અને જબરજસ્તી કરવા લાગ્યો હતો. તેણે યુવકના કપડાં ફાડી નાખ્યા હતા અને બૂમો પાડવા લાગી હતી.

ત્યારે જ અચાનક તેની માતા આવી ગઈ હતી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં સગીરાએ કહ્યું હતું કે યુવકે તેની માતા પર હુમલો કર્યો હતો અને જો તેની માતાએ ચાકુથી હુમલો ના કર્યો હોત તો તે તેને મારી નાખતે. તેની માતાએ પોતાના જીવની પરવા કર્યા વગર તેની ઈજ્જત બચાવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *