ધ્યાન રાખજો નહીંતર હલવાઈ જશો / એક યુવકને મેસેજ આવ્યો તમારે માત્ર પૈસાદાર ઘરની મહિલાઓ અને યુવતીઓને ખુશ કરવાની છે, અને પછી જે થયું એ જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત

ઓનલાઈન ડેટિંગ, મિટિંગ અને સેક્સની લાલચમાં આવ્યા તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે. એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને ઠગાઈ કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પોલીસની ઝપટે ચડી ગયેલા શખ્સનું નામ છે અમરજી દેવજી પાટીદાર.

મૂળ રાજસ્થાનના આ શખ્સ પર આરોપ છે કે, સોશિયલ મીડિયા પર અજાણી સ્ત્રીઓના ફોટા મૂકી એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને લોકોની પાસેથી વિવિધ ચાર્જીસના નામે પૈસા પડાવતો હતો. અમદાવાદના એક યુવક પોતાના મોબાઈલમાં ગુગલ સર્ચ કરતો હતો, ત્યારે તેને એક લિંક મળી હતી. જેના પર ક્લિક કરતા તુરંત જ એક વોટસઅપ ઓપન થયુ હતુ.

જેમાં ચેટિંગ કરતા આરોપી દ્વારા એસ્કોર્ટ સર્વિસની ઓફર કરવામાં આવી હતી. જેથી યુવકને રસ પડતા આ ઓફર સ્વીકારી હતી. આરોપીએ વિવિધ યુવતીઓના ફોટા મોકલીને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. ત્યારબાદ 300 પછી 1600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ સિક્યુરિટી ડિપોઝીટ સહિતના ચાર્જીસના બહાને ₹16998 પડાવી લીધા હતા. જો કે ત્યાર બાદ કામ આપવાના બદલે ચેટિંગ બંધ કરી દીધું હતું.

જેને લઈને યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અમરજી પાટીદાર મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે. શોર્ટ ટાઈમમાં પૈસાદાર થવાની લાલચમાં હોળીના તહેવારમાં પોતાના ગામમાં ગયો ત્યારે તેના ભાઈ મણિલાલ અને પિતરાઇ ભાઈ ભુરાલાલે ઓનલાઈન મીટિંગ-ચેટિંગ-સેક્સ ચેટિંગ કરવાના બહાને છેતરપિંડી કરતા શીખવાડ્યું હતું.

ગ્રાહકો બનાવી રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવતા અને જે ગ્રાહકને ફસાવે ત્યાર બાદ તેના ભાઈ અને પિતરાઈને સોંપી દેતો હતો. જેના તેને 50 ટકા કમિશન મળતું હતું. આ ગેંગમાં આરોપી સાથે વધુ બે વ્યક્તિની સંડોવણી ખુલતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

સોશિયલ મીડિયામાં એસ્કોર્ટ સર્વિસના નામે ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા હતા. આ ગેંગમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ મુદ્દે 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. ખાસ તમને જણાવી દઈએ કે સારા સારા યુવતીઓના ફોટા જોઈને ખોટા જોલજપેટમાં નો આવતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.