જાહેર રસ્તા પર હથિયારો સાથે જોખમી સ્ટંટ કરતા અસામાજિક તત્વોને પોલીસે ચખાડ્યો મેથીપાક, જુઓ એવી કાર્યવાહી કરી કે… – જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સોશિયલ મીડિયામાં અવાર નવાર વિડીયો વાયરલ(Viral video) થતા જ હોય છે. તેમાં પણ ખાસ કરીને આજના યુવાનો ફેમસ થવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. એવામાં ક્યારેક તો એવા ખેલ કરવામાં આવે છે, જેમાં ખેલ કરનારની તો જિંદગી જોખમાય છે, પરંતુ તેની પાસેથી પસાર થતા લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે.

ત્યારે હાલ આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ વાઇરલ કરતાં તેમને ભારે પડી ગયું છે અને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલાં જાહેર રોડ પર હાથમાં ચપ્પુ લઈ બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ અસામાજિક તત્વોનો વીડિયો વાઇરલ થયો હતો.

જેને લઈને ઉધના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી ઉધના પોલીસે વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણેય આકાશ બહારે, શુભકરણ વિશ્વકર્મા અને હાર્દિક પરાડવા નામના લબરમૂછિયાને બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

ધરપકડ બાદ જયારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસે પૂછ્યું કે, આવું કૃત્ય શા માટે કરી રહ્યા છો એ વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા થકી ફેસમ થવા માટે કર્યું હતું. આ પ્રકારની રીલ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી.

આરોપીના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર આવા પ્રકારના વીડિયો અને રીલ્સ ખૂબ જ ઝડપથી લોકો સુધી પહોંચે છે અને ટૂંકા જ સમયમાં મોટી પ્રસિદ્ધિ મળી જાય છે, જેથી આ પ્રકારનું કાર્ય કર્યું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.