આંખના પલકારે લૂંટ / સુરતમાં ધોળા દિવસે મની ટ્રાન્સફરનો કર્મચારી લૂંટાયો, જુઓ બાઈક પર આવેલા 3 લૂંટારુઓ થયા CCTV માં કેદ : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં ઉધના વિસ્તારમાં 5 સેકન્ડમાં 31.39 લાખની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે મની ટ્રાન્સફરના કર્મચારીને લૂંટી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા ત્રણ લૂંટારુ 31.39 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ( CCTV વિડિઓ નીચે આપેલો છે )

31.39 લાખ રૂપિયાની લૂંટની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઇક પર આવેલા લૂંટારુને પકડી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

સજ્જનસિંહ પરમાર(ડીસીપી)એ જણાવ્યું હતું કે, સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોક્સી કરી રહ્યા છે. આજે ઓફિસથી નીકળી ઉન, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યા હતા.

બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી. દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારોએ આવી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. બેગમાં 28 લાખથી વધુની રોકડ રકમ હતી. હાલ ફરિયાદની તજવીજ ચાલી રહી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

લૂંટારૂ ટોળકીએ વૃદ્વની બાઇકનો પાંડેસરા દક્ષેશ્વર પાસેથી પીછો કરતા હતા. આ પૂર્વે જે જગ્યા પરથી કલેકશન કરીને વૃદ્ધ આવ્યાં ત્યાં દેખાયા ન હતા. આથી એવી શંકા છે કે વૃદ્ધ મોટી રકમ લઈને નીકળે છે એવી નજીકના કોઈ વ્યકિતે ટીપ આપી હોય અને લોકલ ગેંગએ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોય એવું પોલીસને લાગી રહ્યું છે.

લૂંટ કરી ત્રણેય બદમાશો બાઇક પર લિંબાયત નીલગીરી તરફ ગયા હોવાનું કેમેરાના આધારે જાણવા મળ્યું છે અને પોલીસને ચોક્કસ કડી પણ હાથ લાગી છે જેનાથી આરોપી નજીકના દિવસોમાં પકડાય જાય તેવી શકયતા છે. ભોગ બનનાર જગદીશભાઇ ચોક્સીનો પુત્ર સાંઇ સિદ્ધિ અને સાંઇ સમર્થ એજન્સની નામે એજન્સી ચલાવે છે. પુત્ર હોવાથી જગદીશભાઇ ઉઘરાણીએ નીકળ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/06/29/07-fnl_1656505785/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *