હિટ એન્ડ રન કેસ / પારડી નજીક એકસાથે ત્રણ યુવકો કાળનો કોળિયો બન્યા, જુઓ બેફામ ચલાવતો વાહનચાલક યુવકોને કચડી ફરાર થયો અને પછી…

ટોપ ન્યૂઝ વલસાડ

વલસાડ જિલ્લામાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને કચડી નાખતાં ત્રણેયનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયાં છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સૂત્રો અનુસાર વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેને પગલે યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા. જેના પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા સહિત ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *