હરિધામ-સોખડામાં ગાદીના ગજગ્રાહ વચ્ચે ફાગણી પૂનમ ભરવાની બાધા પૂરી કરવા દૂર દૂરથી આવેલા ભક્તો માટે ધુળેટીના દિવસે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવતાં મંદિરના ગેટ પાસે જ હાથ જોડી ભક્તો રીતસરના રડી પડ્યાં હતાં. સંતોની સત્તા માટેની લડાઈમાં ભક્તો જાણે ભગવાનથી દૂર થઈ ગયા છે. બીજી તરફ પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ દ્વારા બંધ બારણે બોલો તારા રારા.. ગીત પર રંગોત્સવની ઉજવણી કરાઇ હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો.
હરિધામના જ કેટલાક સંતોના જણાવ્યા અનુસાર, 19 માર્ચના રોજ જશુભાઈ સાહેબની હાજરીમાં મંદિરમાં 22 પ્રદેશના પ્રાદેશિક પ્રમુખોની મિટિંગ રખાઈ હતી. જેમાં 100 જેટલા હરિભક્તો-સંતો અને વડીલોને ભાગ લીધો હતો. ત્યાગ સ્વામીએ આ બેઠકમાં પ્રાદેશિક લેવલે સલાહકાર કમિટી બનાવી 8 સભ્યો નીમ્યા હતા. આ સભ્યોમાં પ્રેમ સ્વરૂપ જૂથને જ પ્રાધાન્ય અપાતા હરિભકતોમાં કચવાટ ફેલાયો હતો. બેકઠમાં વડીલોની જગ્યાએ યુવાનોને લેવાની ભલામણ કરાઇ હતી. જેનો ધરાર છેદ ઉડાડી દેવાયો હતો.
બેકઠમાં બપોરે 4 વાગ્યાથી શરૂ થઇને રાત્રે 9 વાગ્યા સુધી ચાલી હતી. બેઠકમાં સામેલ હરિભકતોએ ભેગા મળીને કામ કરવા અને સમાધાન લાવવાનો મુદો મૂકયો હતો. આ કમિટી રચીને પ્રાદેશિક લેવલે નિર્ણયો લેતાં પ્રબોધસ્વામી જૂથના સંતોની સત્તા પર કાપ મૂકવાનો તખ્તો ઘડાયો હોવાનો આક્ષેપ કેટલાક હરિભકતો અને સંતોએ કર્યો હતો.
હરિધામ સોખડાના દ્વારા હરિભક્તો માટે બંધ રખાયા હતા. જ્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ દ્વારા રંગોત્સવની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં સંતો એકબીજાને રંગ લગાવતા હતા. જ્યારે બેક ગ્રાઉન્ડમાં બોલો તારા રારા… ગીત વાગતું હતું.
20 માર્ચે કરજણ આત્મીય ધામ ખાતે નિર્મળ સ્વામીની હાજરીમાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ પ્રબોધ સ્વામીની બાદબાકી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને તેમના જૂથના સંતો તેમજ ભક્તોને જ બોલાવવામાં આવશે, તેમ હરિભક્તોના એક ચોક્કસ જૂથે જણાવ્યું હતું. બીજી તરફ હોળીના દિવસે માંજલપુર આત્મીય ધામ ખાતે વડોદરા મંડળના સ્થાપના દિવસે સમઢિયાળાથી નિર્મળ સ્વામીને બોલાવાયા હતા. જ્યારે આત્મીય ધામ માટે દિવસ-રાત એક કરનારા સુચેતન સ્વામીને આ કાર્યક્રમ અંગે કાંઈ પણ કહેવામાં ન આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!