જીમમાં કસરત કરતી વખતે મોત થયું હોવાનું વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો મધ્ય પ્રદેશના મિની મુંબઈ કહેવાતા ઈન્દોર શહેરનો છે. અહીં એક વ્યક્તિનું જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટએટેકથી મોત થયું હતું. મહત્વનું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું તે હોટલનો માલિક હતો.
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કસરત કરતી વખતે તે અચાનક ફ્લોર પર પડી ગયો અને શ્વાસ લેવા માટે હાંફવા લાગ્યો. જેને કારણે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. (વિડિઓ નીચે આપેલો છે)
પ્રદીપ રઘુવંશી નિયમિત રીતે જીમમાં જતા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. જે હોસ્પિટલમાં, રઘુવંશીને લઈ જવામાં આવ્યા હતા ત્યાંના ડૉક્ટરે કહ્યું કે વર્કઆઉટ કરતા પહેલા મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. ડૉક્ટરે સલાહ આપી કે પ્રી-વર્કઆઉટ ચેકઅપ કરાવવું જરૂરી છે, ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે ચેકઅપ કરાવવું જરૂરી છે.
આજકાલ જીમ કલ્ચર ઝડપથી વિકસી રહ્યું છે. ડોક્ટરે સલાહ આપી કે ડોક્ટરની સલાહ વગર પ્રોટીન ન લેવું જોઈએ. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આમાં હાર્ટ એટેકનો સમાવેશ થાય છે. આ એક મેડીકલ ઈમરજન્સી છે.(વિડિઓ નીચે આપેલો છે)
આમાં તરત જ સીપીઆર દ્વારા જીવ બચાવી શકાય છે. હાથ વડે હ્રદય પર દબાવીને અથવા મોં વડે શ્વાસ દઈને પંપીંગનો ઉપયોગ કરીને જીવ બચાવી શકાય છે. પ્રદીપ રઘુવંશીના જિમ ઈન્સ્ટ્રક્ટરે કહ્યું, ‘પ્રદીપ રઘુવંશી અમારા જૂના ક્લાયન્ટ હતા અને રોજ જિમ આવતા હતા.
#इंदौर के प्रसिद्ध होटल व्यवसायी की जिम में अचानक मौत,वर्कआउट करने से पहले ही जमीन पर गिरे,नजदीकी अस्पताल में चिकित्सकों ने किया मृत घोषित,हृदयघात से मौत की आशंका,बेसुध होकर जमीन पर गिरने की घटना सीसीटीवी में कैद#Gym#Heartattack #Indore #CCTV pic.twitter.com/ZLOkZS7qpp
— Vikas Singh Chauhan (@vikassingh218) January 5, 2023
આજે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્રણ મિનિટમાં બધું જ ખતમ થઈ ગયું. તેણે કહ્યું, “જિમ જતા પહેલા વ્યક્તિએ તેની ક્ષમતા તપાસવી જોઈએ. નહિ તો મોટી દુર્ઘટના સર્જાય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો