અરે બાપરે / વડોદરાના નામચીન બિલ્ડરે કોલેજમાં ભણતી યુવતીને જાળમાં ફસાવી કર્યું એવું કે યુવતીની જિંદગી બરબાદ કરી નાખી, જાણો બિલ્ડરના કાંડ વિષે…

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરાના જાણીતા કાન્હા ગ્રુપના બિલ્ડર સામે તેના જ સમાજની કોલેજીયન યુવતી પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોધાતા બિલ્ડર લોબીમાં ખડભળાટ મચ્યો છે. શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી કાન્હા ગ્રુપના બિલ્ડરે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાનો ભાંડો યુવતીના મોબાઈલમાં પિતાએ ચેટ જોતા ફૂટ્યો હતો.

આરોપી નવલ ઠકકર પહેલેથી પરિણીત છે અને એક બાળકનો પિતા હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપતો હતો. આ ઘટના મુદ્દે પીડિતાના પિતાએ જે.પી પોલીસ સ્ટેશનમાં આરોપી નવલ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ આરોપી નવલ ઠક્કર ફરાર થયો છે, જેણે શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને જાણીતા કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દિપકભાઇ ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. અને તે એક સંતાનનો પિતા છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી અને હાલમાં કોલેજ કરતી યુવતીના પરિચયમાં આવ્યો હતો.

પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. પારિવારીક સબંધો પણ હોવાથી અવાર-નવાર નવલ પણ યુવતીના ઘરે જતો હતો. યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ નવલ ઠક્કરે લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીને પણ નવલ લગ્ન કરશે તેવો વિશ્વાસ હતો. પરંતુ, નવલે પોતે પરિણીત હોવા છતાં, યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શારીરીક સુખ માણ્યું હતું.

આ દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઇલ આવી જતાં તેઓએ દીકરીનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ જોતા ચોંકી ઉઠ્યા હતા. પિતાએ દીકરીના મોબાઇલ ફોનમાં ચેટ મેસેજ જોયા બાદ દીકરીની પૂછપરછ કરી હતી.

જેમાં આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા છ માસ ઉપરાંતથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબત જણાવી હતી. જેથી પીડિત યુવતીના પિતા ચોંકી ઉઠ્યા અને સમગ્ર મામલે પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી બિલ્ડર નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવ્યો.

દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં જ આરોપી બિલ્ડર નવલ ઠકકર ફરાર થઈ ગયો છે. પોલીસે પીડિત યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પિડીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી બિલ્ડર નવલ ઠકકરની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. પણ આરોપી મળી રહ્યો નથી. ત્યારે આરોપી બિલ્ડર ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે એક મોટો સવાલ ઉભો થયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.