સંસ્કારી નગરીના સંસ્કારોને લજાવતો કિસ્સો, વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં યુવતીએ ચાલુ ગરબામાં ધુમાડા કાઢીને સિગારેટ પીધી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

આ વર્ષે વડોદરામાં નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ત્યારે હવે સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો બન્યો છે. વડોદરાના ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું. જાણીતા ગરબામાં એક યુવતીએ ચાલુ ગરબામા ધુમાડા ઉડાવીને સિગરેટ પીધી. ( વિડિઓ નીચે આપેલો છે )

પ્રતિબંધિત ઈ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વીડિયા હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરીને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાના ધામમાં, જ્યાં પરંપરા જાળવવા ઉત્સવ ઉજવાય છે ત્યાં કેવી રીતે વ્યસનનુ દૂષણ ઘુસાડી શકાય.

કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ચર્ચાનો વિષય છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વીડિયો છે. જેમાં નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમતી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી. ચાલુ ગરબામાં યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા કર્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો મુકનારે જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય, તેનો વિરોધ કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ત્યારે આ વીડિયોને કારણે વડોદરા ફરી એકવાર લજવાયું છે.

બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. હવેથી આવા તત્વો સામે શી ટીમ પણ કાર્યવાહી કરનાર છે. વડોદરામાં ગરબા રમતા સમયે ઈ-સિગારેટ પીવાનો મામલે યુવતીની ઓળખ થઈ છે. આ અંગે શહેરના એડવોકેટ ભાવિન વ્યાસે વડોદરાના પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

તેમણે ફરિયાદમાં કહ્યુ હતું કે, 24 વર્ષની મહેક પંડ્યા નામની યુવતીએ ગરબા રમતા સમયે ઈ-સિગારેટ પીધી હતી. તેથી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે. સાથે જ તેણે હિન્દુઓની ધાર્મિક લાગણી પણ દુભાવી છે. આ સાથે જ ભાવિન વ્યાસે યુનાઈટેડ વે ઓફ બરોડાના આયોજકો સામેલ હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે આવો વીડિયો વાઇરલ થયો હોય તો ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.

જ્યારે યુનાઇટેડ વેના આયોજક હેમંતશાહે જણાવ્યું હતું કે અમે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢે. આવા લોકો મળશે તો કાર્યવાહી થશે.

પ્રથમ નવરાત્રિએ જ ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગતા પથ્થર પથ્થરની બૂમો પડી હતી. જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. સાથે પીવાના પાણીની બોટલો લેવા માટે પણ રીતસરની પડાપડી સર્જાઇ હતી.

વડોદરા શહેરના વકીલ વિરાટસિંહ નટવરસિંહ વાઘેલાએ એમ.એમ.ફાર્મમાં યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં કાંકરા અને અસુવિધાઓને અંગે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું. બીજી તરફ માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *