ધડાધડ ફાયરિંગ કર્યું / દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે સુપરવાઈઝર પર કર્યું ફાયરિંગ, જુઓ ફાયરિંગ કરવા પાછળ નીકળ્યું ચોંકાવનારું કારણ : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

સંઘપ્રદેશ દમણમાં આવેલી જાણીતી સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગની ઘટના બનતા જ સમગ્ર પ્રદેશની પોલીસ દોડતી થઈ ગઈ હતી. એક નજીવી બાબતે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક કામદારે પોતાના જ સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગ કરી ગંભીર ઈજા કરતા સમગ્ર પંથકમાં ચકચાર બચી ગઈ હતી. ( ફાયરિંગનો LIVE વિડિઓ નીચે આપેલો છે )

જોકે આ ઘટનામાં દમણ પોલીસે આરોપીની હથિયાર સાથે ધરપકડ પણ કરી લીધી છે. સંઘપ્રદેશ દમણમાં આવેલી જાણીતી સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. ફાયરીંગમાં સિક્યુરિટી સુપરવાઇઝરને ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી. આથી તેને તાત્કાલિક મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતા જ દમણ પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ગણતરીના સમયમાં જ સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગ કરનાર આરોપીને દબોચી લીધો છે. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સિક્યુરિટી સુપરવાઇઝર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ( વિડિઓ નીચે આપેલો છે )

દમણના સોમનાથમાં આવેલી જાણીતી સેલો પ્લાસ્ટ ઇન્ડિયા નામની જાણીતી કંપની આવેલી છે. જે ઘર વપરાશની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવે છે. આ કંપનીના ગેટ પર સિક્યુરિટી કેબિનમાં સુપરવાઇઝર અતુલ ગુપ્તા ફરજ પર હાજર હતા. એ દરમિયાન ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતાં લખનસિંગ નામનો એક કામદાર આવે છે.

લખનસિંહનો એક અઠવાડિયાનો પગાર બાકી હતો જે અંગે અવારનવાર તે બાકી પગાર મુદ્દે ઉઘરાણી કરતો હતો. પરંતુ તેને પગાર નહીં આપતા રોષે ભરાઈ અને તે લોડેડ હથિયાર સાથે અતુલ ગુપ્તા સાથે ઉગ્ર રજૂઆત કરી રહ્યો હતો અને બંને વચ્ચે દલીલ ચાલી રહી હતી.

એ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતા આવેશમાં આવેલા લખનસિંહે પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. જેમાં અતુલ ગુપ્તાને છાતીના નીચેના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગ કર્યા બાદ આરોપી લખનસિંહ હથિયાર સાથે કંપનીમાં જ ચક્કર મારી પોતાનો રોષ ઠાલવી રહ્યો હતો. . ( LIVE વિડિઓ નીચે આપેલો છે )

જોકે, બનાવની જાણ થતા દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને હથિયાર સાથે કંપનીના પરિસરમાંથી જ ઝડપી લીધો હતો. સંઘપ્રદેશ દમણના ઉદ્યોગિક વિસ્તારમાં નાની મોટી અસંખ્ય કંપની આવેલી છે. જેમાં કામ કરતા કામદારોનું લેબર કોન્ટ્રાક્ટરો શોષણ કરતાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે.

લેબર કોન્ટ્રાક્ટરો બાકી પગાર મુદ્દે તેમની નીચે કામ કરતા કામદારોને પરેશાન કરે છે. આથી અગાઉ પણ અનેક વખત પગારના મુદ્દે મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. જોકે, આ ઘટનામાં પોતાનો બાકી પગાર માંગવા અનેક વખત સંબંધિતોને રજૂઆત કરવા છતાં પણ પગાર નહીં ચૂકવવામાં આવતા આવેશમાં આવીને કામદારે સુપરવાઇઝર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારે આવા કોન્કટ્રરો જે પોતાના કામદારોને સમયસર પગાર નથી આપતા તેવા કોન્ટકટરો ફફડાટ વ્યાપી ગયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/25/19-valsad-hatya-prayas-live-bharat-shailesh-with-v_1658766106/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *