અરે બાપરે / દર્દીઓથી ભરેલા નર્સિંગ હોમમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ ડોક્ટર સહીત દર્દીઓની હાલત થઇ એવી કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

ઇન્ડિયા

ઉત્તર પ્રદેશના આગ્રાના આર મધુરાજ નર્સિંગ હોમમાં બુધવારે સવારે 5 વાગ્યે આગ(fire) લાગી હતી. આ ઘટનામાં નર્સિંગ હોમના સંચાલક ડૉ. રાજન, તેમની પુત્રી અને પુત્રનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ડૉક્ટર નર્સિંગ હોમના પહેલા માળે પરિવાર સાથે રહેતો હતો. આગને કારણે નર્સિંગ હોમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.

જેના કારણે દર્દીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આગની જોરદાર જ્વાળાઓ જોઈને નર્સિંગ હોમના મોટા ભાગને લપેટમાં લઈ લીધો અને સર્વત્ર નાસભાગ મચી ગઈ હતો. નર્સિંગ હોમમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગંભીર હાલતમાં બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આગ લાગી તે સમયે હોસ્પિટલમાં 7 દર્દીઓ અને 5 સ્ટાફ હાજર હતો. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે નર્સિંગ હોમ ગ્રાઉન્ડ ફ્લોર પર છે, જ્યારે ઓપરેટર ડૉ રાજન તેના પરિવાર સાથે પહેલા માળે રહે છે.

અકસ્માત બાદ નર્સિંગ હોમના સંચાલક ડૉ.રાજન, તેમની પુત્રી સિમરન, પુત્ર ઋષિ આગની લપેટમાં આવી ગયા હતા. ત્રણેયને બહાર કાઢીને સરોજિની નાયડુ મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તબીબ અને તેની 14 વર્ષની પુત્રી અને પુત્રનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણકારી મળતા જ SSP ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલાની તપાસ કરી. તેમણે કહ્યું કે નર્સિંગ હોમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના બાદ મૃતક તબીબના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *