ફ્રીજ માંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, પછી પરિવારે જોયું તો દરેકની રાડ ફાટી ગઈ, હિંમતવાળા જ જોજો આ વિડીયો

ટોપ ન્યૂઝ

સાપનું નામ લેતાની સાથે જ ઘણા લોકોની ડરથી રાડ ફાટી નીકળે છે. અને ડર પણ લાગવો જ જોઈએ, કારણ કે દુનિયાભરમાં સાપની એવી ઘણી પ્રજાતિઓ છે, જે એક જ ડંસથી કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. કલ્પના કરો કે જો તમે રસોડામાં હોવ અને કંઈક ખાવા-પીવા માટે ફ્રીજ ખોલી રહ્યા હોવ, ત્યાં એક ખતરનાક કોબ્રા પહેલેથી જ બેઠો હોય, તો તમારી શું હાલત હશે. ( વિડિઓ નીચે આપેલો છે )

ડરને કારણે ચોક્કસ તમારી હાલત પણ ખરાબ થઈ જશે, તેવું જ આ પરિવાર સાથે થયું. વાસ્તવમાં આવું જ કંઈક કર્ણાટકના એક પરિવાર સાથે જોવા મળ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારને તેમના ઘરના ફ્રીજ માંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો.

જયારે બરાબર જોયું તો એક વિશાળ કોબ્રા બેઠો હતો, જેને જોઈને તેમના રુવાડા ડરથી ઉભા થઈ ગયા. ઘરના રેફ્રિજરેટરમાં કોબ્રાને જોયા બાદ પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ દરમિયાન તેણે તુરંત જ વન અધિકારીઓને સમય વેડફાયા વગર તેની જાણ કરી હતી.

તે જ સમયે, માહિતી મળતા જ વન અધિકારીઓ તેના ઘરે પહોચ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સાપ પકડનાર લાંબા સળિયાની મદદથી રેફ્રિજરેટરના પાછળના ભાગને થપથપાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે કોબ્રાએ ગોળ કોમ્પ્રેસરની નીચે પોતાનો રસ્તો બનાવ્યો હતો.

આ દરમિયાન, સાપ પકડનાર ધીમે ધીમે સાપને ખૂબ જ કાળજીપૂર્વક બહાર કાઢે છે અને તેને પકડી લે છે. હવે તો આ પરિવાર જયારે પણ ફ્રીજ ખોલશે તે પહેલા સો વાર વિચારશે…


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *