ભીષણ આગ / વાપીમાં કેમિકલ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ આટલા કરોડો રૂપિયાનું થયું નુકશાન

ટોપ ન્યૂઝ વલસાડ

વલસાડ આગની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક આગની ઘટના સામે આવી છે. વાપી જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ ઉપર કંટ્રોલ કરવા માટે ફાયર બ્રિગેડની આઠ ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

કેમિકલ કંપનીમાં આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર, વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં દરેક લોકો કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. તેમજ કંપનીના એક ભાગમાં લાગેલી આગે જોતજોતામાં જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડી જ વારમાં આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન અને જીઆઇડીસી ના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે, આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઈટરોના મદદની જરૂર પડી હતી. જેથી વાપી જીઆઇડીસી ટાઉન સહિત આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડ ની ટીમોને પણ બોલાવવામાં આવી હતી.

હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાં ખુબ જ નજીક નજીક કેમિકલ કંપનીઓ હોવાને કારણે જે કંપનીમાં આગ લાગી હતી, એની કંપનીની આજુબાજુ અન્ય કંપનીઓમાંથી પણ સાવધાનીના ભાગરૂપે કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની ના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે. હાલ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.