અરે બાપરે / બસ અને તેલ ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પછી જુઓ આગ લાગતા થયું એવું કે જાણીને તમે હચમચી જશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અવારનવાર અનેક અકસ્માતની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે 20 લોકોના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. 20 લોકો જીવતા આગમાં હોમાય જવાથી મોતને ભેટ્યા હતા. એક બસ અને એક તેલ ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ 20 જેટલા લોકો જીવતા સળગી ગયા હતા.

પાકિસ્તાનથી એક દર્દનાક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાની અખબાર ડૉનની વેબસાઈટ અનુસાર, આ માર્ગ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. બસ ઓઈલ ભરેલા ટેન્કર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અથડામણ થતાં જ ટેન્કર અને બસમાં આગ લાગી હતી.

મુલ્તાન-સુક્કુર મોટરવે પર વહેલી સવારે આ અકસ્માત થયો હતો. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી પરંતુ અકસ્માતમાં 20 લોકો જીવતા આગમાં હોમાય ગયા હતા. ઘટનાની પુષ્ટિ કરતા મુલતાનના ડેપ્યુટી કમિશનર તાહિર વાટુએ જણાવ્યું કે, લાહોરથી કરાચી જઈ રહેલી બસ જલાલપુર પીરવાલા પાસે એક ઓઈલ ટેન્કર સાથે અથડાઈ.

જેના કારણે આ મોટી દુર્ઘટના થઈ. ટક્કર બાદ ટેન્કરમાં આગ લાગી હતી જેમાં 20 લોકોના મોત થયા હતા. મુલ્તાનના કમિશનર અમીર ખટ્ટકે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

મુલતાન પોલીસે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે. આ સાથે ચાર ફોટા પણ શેર કર્યા છે. ફોટામાં, ટેન્કર આગમાં ખરાબ રીતે ખાખ થઇ ગયેલું દેખાઈ રહ્યું છે. ડોનના સમાચાર મુજબ ટેન્કરમાં હજારો લીટર ઓઈલ ભરેલું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઈવરને ઝોલું આવી ગયું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.