આલે લે તારે / બસના ડ્રાઇવરે વાઇપર સાથે બાંધી એવી વસ્તુ કે મુસાફરોના જીવ થઈ ગયા અધર, વિડિઓ જોઈને તમને પણ અજીબ લાગશે

અજબ ગજબ

સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જેને વારંવાર જોવા પડે. ખાસ કરીને જ્યારે લોકો કોઈ જુગાડ કરતા હોય છે ત્યારે તેના વિડીયો ખૂબ જ વધારે વાયરલ થતા હોય છે. આવા જ એક જુગાડનો વધુ એક વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો વાયરલ થયા બાદ લોકો પ્રદેશ સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગને રોલ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સરકારી બસનો ડ્રાઇવર બસના ખરાબ થયેલા વાઇપર ને ચલાવવા માટે એક વિચિત્ર જુગાડ કરે છે. આ વિડીયો ને ટ્વીટર પરથી શેર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો ઉત્તર પ્રદેશની સરકારી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસનો છે. બસના વાઇપર ઉપર પાણીની બોટલ બાંધેલી દેખાય છે.. બોટલની સાથે એક દોરડું બાંધેલું છે જેને ડ્રાઇવર અંદરથી ખેંચે છે. જેને લઈને પાણી ભરેલી બોટલ નીચે જાય છે. આ રીતે તે વાઇપર નું કામ ચલાવે છે.

આ વીડિયોને શેર કરીને તેના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં જુગાડ ચાલી રહ્યો છે. આ વિડીયો ને થોડા દિવસ પહેલા જ શેર કરવામાં આવ્યો છે.

છતાં પણ હજારો વખત તેને જોવામાં આવ્યો છે અલગ અલગ યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા વીડિયો માટે શેર કરી રહ્યા છે. લોકો આ વીડિયોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને ટેગ કરીને કોમેન્ટ લખી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *