સુરત તક્ષશિલા જેવી વધુ એક ઘટના, આગની જ્વાળાઓ વચ્ચે યુવતી ત્રીજા માળેથી કુદી ગઈ, વિડિઓ જોઈને તમે ધ્રુજી ઉઠશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સોમવારે સાંજે એક 4 માળના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાર માળના મકાનમાં ભીષણ આગ લાગ્યા બાદ ઘરમાં રહેતી યુવતીએ ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. યુવતીની હાલત નાજુક છે. (વિડિઓ નીચે આપેલો છે) 

આ ઘટના બિહારના નવાદા જિલ્લાના કાદિરગંજ બજારની છે. આ ઘટનાઓ વીડિયો પણ સામે આવ્યો છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાયમાં આવી રહ્યું છે.

તમે વીડિયોમાં જોશો કે, યુવતી પોતાને બચાવવા માટે ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઉતરી અને ત્યારબાદ રેલિંગની મદદથી બચવાના પ્રયત્ન કરે છે. ત્યારબાદ કોઈ રસ્તો ન દેખાતા તેણે ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. કાદિરગંજ નિવાસી સુરેન્દ્ર કેસરીના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. (વિડિઓ નીચે આપેલો છે)

આ આગમાં ઘરનો સામાન, દાગીના, કપડાં વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. આગ ઓલવવાના પ્રયાસમાં પરિવારના ઘણા સભ્યો દાઝી ગયા છે. ઘટની જાણ થતા જ ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. (વિડિઓ નીચે આપેલો છે)

મોડી સાંજે પરિવારના સભ્યો બેઠા હતા ત્યારે શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કપડાની દુકાનમાં પણ આગ લાગી હતી. લગભગ 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ આગમાં ઉપરના ત્રણેય માળ બળીને રાખ થઈ ગયા હતા.

આ આગમાં આગમાં પરિવારના 7 સભ્યો સળગી ગયા હતા. પરિવારના અન્ય સભ્ય બહાર નીકળી ગયા હતા. ત્યારે સોનમ (28) અંદર ફસાઈ ગઈ હતી. તે ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઉતરી અને પોતાનો જીવ બચાવવા છલાંગ લગાવી. તેની હાલત ગંભીર છે. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *