અરે બાપરે / એક ટ્રકે બીજા ટ્રક ને ટક્કર મારતા ટ્રક ચાલાક નું કરુંણ મોત, જુઓ આ ટ્રક ચાલાક પોતાના ટ્રક પાસે કરતો હતો એવું કે….

ટોપ ન્યૂઝ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કોરોના નો સમય ચાલી રહ્યો છે. તેવામાં લોકો દ્વારા કોરાનાથી બચવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેના કારણે તેમને કોરોના ન થાઈ અને પોતે કોરોનાથી બચી શકે જો કે જેટલા લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા છે તેના કરતા વધુ લોકો વિવિધ અકસ્માત માં પોતાનો જીવ ગુમાવે છે. જો કે સરકાર અને અન્ય સંગઠનો દ્વારા અકસ્માત ને રોકવા માટે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. છતાં પણ અકસ્માત ની સંખ્યા માં ઘટાડો જોવા મળતો નથી.

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત અંગે જોતા અને સાંભળતા હોઈએ છીએ તેવામાં જ્યાં એક બાજુ લોકો અકસ્માત ના કારણે ઇજા ગ્રસ્ત થાય છે તો ઘણા લોકોને આ અકસ્માત માં પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે, તેવામાં ઘણા અકસ્માતો એવા પણ હોઈ છે કે જેમાં એક વ્યક્તિની કોઈ ભૂલ ન હોઈ છતાં પણ તેને અકસ્માત નો ભોગ બનવું પડે છે. અને પોતાના પ્રાણ ગુમાવવા પડે છે.

આપણે અહીં એક આવા જ અકસ્માત અંગે વાત કરવાંની છે કે જ્યાં બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માત ના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જો વાત આ અકસ્માત અંગે કરીએ તો જણાવી દઈએ કે આ અકસ્માત સાંબા જિલ્લાના જાતવાલ વિસ્તાર માં સર્જાયો હતો આ અકસ્માત ભારતીય ખાદ્ય નિગમના મેદાનમાં થયો હતો અહીં બે ટ્રક એક બીજા સાથે ટક્કરાઈ ગયા હતા જો વાત આ બન્ને ટ્રક અંગે કરીએ તો તે પૈકી એક ટ્રક નો નંબર પીબી 05 એલ 5725 છે જયારે બીજા ટ્રક નો નંબર પીબી 46 એમ 3020 છે.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનું નામ જોગીંદર સિંહ છે. જણાવી દઈએ કે તેઓ પંજાબ ના ગુરુદાસપુર વિસ્તારના રહેવાસી છે. જોગીંદર સિંહ પોતાના ટ્રક માં અનાજ ભરીને પંજાબ થી ભારતીય ખાદ્ય નિગમ આવ્યા હતા અહી તેઓ ટ્રક ને બંધ કરીને તેમાંથી ઉતરી ગયા અને પગપાળા ભારતીય ખાદ્ય નિગમના બારણાં તરફ આગળ વધવા લાગ્યા.

તેવામાં તેમનો ટ્રક ધીરે ધીરે પાછળ તરફ ગતિ કરવા લાગ્યો જેના કારણે જોગીંદર સિંહ પોતાના ટ્રક પાસે પાછા ફરિયા અને તેને બ્રેક લગાવી આટ્લમાં જયારે તેઓ ટ્રકની નીચે ઉતાર્યા તેવામાં એક અન્ય ટ્રક આવીને તેમના ટ્રક સાથે ટકરાઈ ગયો જેના કારણે જોગીંદર સિંહ બંને ટ્રક વચ્ચે ફસાઈ ગયા અને તેમનું મૃત્યુ થયું ઘટના અંગે જાણ થતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને આગળ ની કામગીરી હાથ ધરી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.