અરે બાપરે / 60 વિદ્યાર્થીનીઓ નાહતી હોવાનો વિડિઓ થયો વાઇરલ, તો 8 યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, સમગ્ર ઘટના જાણીને તમે હચમચી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કહેવાય છેકે, વિદ્યા વિનયથી શોભે છે. પણ ઘણીવાર શિક્ષણના ધામમાં જ વિદ્યાને લાંછન લગાડતી ઘટનાઓ સામે આવતી હોય છે. પંજાબના મોહાલીમાં સામે આવેલી આવી જ એક ઘટનાથી હડકંપ મચી ગયો છે. પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મધરાતે હંગામો થયો હતો.

જેમાં એક ઘટનાને પગલે એક સાથે 8 વિદ્યાર્થિનીઓને આત્મહત્યાનો પ્રયાસ કરતા અચાનક સરકારી તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ રસ્તા પર ઉતરીને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહી છે. મહત્ત્વનું છેકે, ચંદીગઢ યુનિવર્સિટીમાં ભણતી એક વિદ્યાર્થિનીએ જ અન્ય 60 જેટલી વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.

તેણે આ વીડિયો શિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યો હતો. તેમને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જ્યારે આ વાત સામે આવી ત્યારે 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

હાલમાં મોહાલીના કેમ્પસમાં વાતાવરણ તંગ છે. ઉલ્લેખનીય છેકે, બપોરે 2.30 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર પણ ગુસ્સો કર્યો હતો. તેઓએ પોલીસનો વિરોધ કર્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

પોલીસે વીડિયો આગળ મોકલનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. હાલ કેમ્પસમાં વાતાવરણ તંગ છે. સમગ્ર મામલામાં સૌથી મહત્વની વાત હવે સતત વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાનો મુદ્દો છે. એક વિદ્યાર્થિની ઘણા સમયથી આ વીડિયો બનાવી રહી હતી. આ વીડિયો કરવાનો હેતુ શું હતો? આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે શિમલામાં રહેતા આરોપી મિત્રને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ છોકરી પણ હિમાચલની છે અને છોકરો પણ ત્યાંનો છે. તો આ બંનેએ આવું કેમ કર્યું? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીઓએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો.

આ પછી, તે તમામ 8 વિદ્યાર્થીનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાં એક યુવતીની હાલત ગંભીર છે. પોલીસે તમામ પરિવારોને ત્યાં બોલાવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરી લાંબા સમયથી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવી રહી હતી.

જેને તે શિમલામાં તેના મિત્રને મોકલી રહી હતી. તે મિત્રે હવે આ વીડિયો વાયરલ કર્યો છે. આ વાતની જાણ થતાં જ યુવતીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. હાલમાં જ મળતા સમાચાર મુજબ પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી લીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.