અરે બાપરે / માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : મોબાઈલ રમતાં-રમતાં ચાર વર્ષની દીકરીનું ચોથા માળથી નીચે પટકાતા મોત – જુઓ મોતનો LIVE વિડીયો

ગુજરાત ટોપ ન્યૂઝ

આપણે સૌ જાણીએ છીએ કે, આજકાલ મોબાઈલ હર એક વ્યકિત માટે જીવન જરૂરી સાધન બની ગયું છે, પરતું મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ ઘાતક પણ છે એનું તાજેતાજું ઉદાહરણ રાજકોટ(Rajkot)માં બનેલી આ ઘટના પરથી જાણી શકાય છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પરિવાર જ્યારે હોટલમાં લગ્નની મજા માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ પરિવારની લાડકી દીકરી હોટલના ચોથા માળેથી નીચે પટકાઈ હતી. જેમાં બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું જેને કારણે પરિવાર અને લગ્ન પ્રસંગમાં મોતનો માતમ છવાઈ ગયો હતો.

રાજકોટના ગોંડલ રોડ પર બાળકીનો પરિવાર લગ્ન પ્રસંગ માટે આવ્યો હતો. ત્યારે આ પરિવારમાં લગ્નનો ઉત્સાહ મોતના માતમાં ફેરવાઈ જશે તેવું પરિવારજનોએ વિચાર્યું પણ નહોંતું, મળતી માહિતી અનુસાર, ફોનમાં રહેલી પરિવારની લાડકવાઈ દીકરી હોટલના ચોથી માળેથી નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ બાળકીનું ધ્યાન મોબાઈલમાં હોવાને કારણે આ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકીને મોબાઈલ આપીને તેની માતા કામે લાગી ગઈ હતી. હાલમાં મૃતક બાળકીને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવી છે.

જોત જોતામાં જ બાળકી નીચે પટકાઈ એની જાણ સુધ્ધા પણ પરિવારને ન હતી. જો કે બાળકી નીચે પટકાતા ડ્રાઈવરને જાણ થતા તેણે બૂમો પાડતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ થઈ હતી. જે બાદ લગ્નમાં આવેલ પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા બાળકીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મોબાઈલને કારણે અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે જેમાં બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટનાને કારણે માતા પિતાની ચિંતામાં વધારો કરી દીધો છે.

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પરિવાર જ્યારે હોટલમાં લગ્નની મજા માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ પરિવારની લાડકી દીકરી હોટલના ચોથા માળેથી નીચે પટકાઈ હતી. જેમાં બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું જેને કારણે પરિવાર અને લગ્ન પ્રસંગમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. પ્રાથમિક જાણકારી મુજબ બાળકીનું ધ્યાન મોબાઈલમાં હોવાને કારણે આ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકીને મોબાઈલ આપીને તેની માતા કામે લાગી ગઈ હતી. હાલમાં મૃતક બાળકીને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/tv/CW-XCLQoABC/?utm_source=ig_web_copy_link )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.