પતિ વહેલી સવારે જાગ્યો તો પત્નીને તેના પ્રેમી સાથે એવી હાલતમાં જોઈ કે ઉડી ગયા હોશ, જુઓ પછી થયું એવું કે જાણીને તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ

પતિ પત્નીના સંબંધને જન્મો જન્મનો સાથ ગણવામાં આવે છે. પતિ પત્ની નો સંબંધ પ્રેમ અને વિશ્વાસ ના પાયા પર ટકેલો હોય છે. પરંતુ આજના સમયમાં લગ્ન સંબંધની આ પવિત્રતા ગુમ થતી જોવા મળે છે. સમાજમાં ઘણા એવા કિસ્સા સામે આવે છે જેમાં પતિ કે પત્ની લગ્ન સંબંધ ધરાવતા હોય છે અને તેના કારણે એક આખો પરિવાર બરબાદ થઈ જાય છે.

લગ્ન પહેલા પતિ કે પત્નીનો કોઈ સંબંધ હોય તો લગ્ન પછી તે વાતને ભૂલીને પોતાના જીવનસાથી સાથે સાથે નવા જીવનની શરૂઆત કરવી જોઈએ. પરંતુ જ્યારે આવું થતું નથી અને લોકો પોતાના ભૂતકાળને વર્તમાન સાથે જીવવા લાગે છે તો એક નહીં અનેક જીવન બરબાદ થઈ જાય છે.

પતિ પત્ની અને વોનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમારા પણ પગ ધ્રુજી જશે. આ ઘટના બની હતી સુરતમાં. સુરતના સરથાણા વિસ્તારમાં આ ઘટનાના કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. અહીં એક નેપાળી પરિવાર રહેતો હતો. પરિવારમાં દિનેશ ચૌધરી અને તેની પત્ની અનિતા હતા. તેઓ અહીં એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અને તેના પરિસરમાં આવેલા એક રૂમમાં રહેતા હતા.

અનિતા અને તેનો પતિ જે કારખાનામાં કામ કરતા ત્યાં બિહારનું મોહમ્મદ નામનો એક વ્યક્તિ પણ નોકરી કરતો. કામ કરતા કરતા બિહારના આ યુવક અને અનિતા વચ્ચે પ્રેમ સંબંધ બની ગયો. તેઓ દિવસે ને દિવસે એકબીજાની નજીક આવતા ગયા અને સંબંધોની મર્યાદા તૂટી ગઈ.

પત્ની અનિતા નું અન્ય સાથે અફેર ચાલે છે તે વાતથી તેનો પતિ દિનેશ અજાણ હતો. પરંતુ સત્ય કોઈથી છુપાતું નથી. અનિતાએ પૂરતો પ્રયત્ન કર્યો કે તેના પતિને જાણ ન થાય તે રીતે તે બિહારી યુવકને મળવા જાય. પતિ દિનેશને પણ પત્ની ઉપર અતૂટ વિશ્વાસ હતો તેથી ક્યારે તેણે શંકા કરી નહીં. પરંતુ એક દિવસ તેણે એવું દ્રશ્ય જોઈ લીધું કે જેના કારણે તેના પર આભ તૂટી પડ્યું.

જે રૂમમાં દિનેશ અને અનિતા રહેતા હતા તેની નીચે પણ એક રૂમ એક રાતે બિહારી યુવકે અનિતાને મેસેજ કર્યું કે પતિ સુઈ જાય પછી નીચેના રૂમમાં આવજે. પતિના ઊંઘયા પછી અનિતા નીચે પ્રેમીને મળવા ગઈ. અનિતા ને એમ હતું કે દિનેશ આરામથી ઊંઘી ગયો છે અને સવાર સુધી જાગશે નહીં તેથી તે પ્રેમી સાથે મશગુલ થઈ ગઈ.

અનિતા અને તેનો પ્રેમી રંગરેલીયા મનાવી રહ્યા હતા તે સમયે જ અચાનક દિનેશ ની આંખ ખુલી અને તેણે જોયું કે તેની પત્ની રૂમમાં નથી. વહેલી સવારે પત્ની ક્યાં ગઈ હશે તે જોવા માટે દિનેશ રૂમમાંથી બહાર આવી નીચે ઉતર્યો. નીચે તેણે જોયું કે તેની પત્ની અન્ય પુરુષની બાહોમાં છે. પત્નીને કદંગી હાલતમાં પ્રેમી સાથે જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.

પત્નીને અન્ય વ્યક્તિ સાથે જોઈને દિનેશ ચૌધરીએ ક્રોધમાં નજીકમાં પડેલી ધારદાર વસ્તુ લઈને બિહારી યુવકને જોરથી જીકી દીધી. માથા ઉપર એક પછી એક ઘા લાગતા બિહારી યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. બિહારી યુવકની હત્યા વિશે તેના ભાઈને ખબર પડી અને તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પત્નીના પ્રેમીની હત્યા કરનાર નેપાળી યુવક દિનેશની ધરપકડ કરી લીધી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *