લાંચ લેવી ભારે પડી / જુઓ 15 હજારની લાંચ લેવાના ચક્કરમાં મહિલા મામલતદારે નોકરી તો ગુમાવી પણ પછી એવી સજા આપી કે જાણીને ચોંકી જશો

ટોપ ન્યૂઝ ગુજરાત

મહિલા મામલતદારને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. લાંચ કેસમાં નડિયાદની સ્પેશ્યલ કોર્ટ દ્વારા મહિલા મામલતદારને સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2013માં લાંચ માંગવાના કેસમાં નડીયાદ કોર્ટ દ્વારા મહેમદાવાદના તત્કાલીન મામલતદાર તેમજ કોમ્પ્યુટર ઓપરેટરને સજાનો હુકમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. તત્કાલીન મામલતદાર કાનન શાહ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજાનો હુકમ કોર્ટ કર્યો છે.

મામલતદાર કાનન શાહને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2013 માં જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી. ખેડા એસીબીના છટકામાં લાંચની માંગણી વોઈસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જતા બંને વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. નડીયાદ કોર્ટ દ્વારા દાખલો બેસાડતો સજાનો હુકમ કરાયો હતો.

મામલદાર કાનન ઉષાકાંત શાહ સહિત કોમ્યુટર ઓપરેટર સમીર પઠાણને ચાર વર્ષની સજા થઇ છે. 2013 વર્ષ માં મહેમદાવાદના ફરિયાદી પાસે જમીન કાચી નોંધમાંથી પાકી નોંધ કરવામાં માટે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. એ.સી.બીના કેસમાં બે આરોપીઓને ચાર વર્ષની સજા નડિયાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી હતી. અત્રે નોંધનીય છે કે, મામલતદાર જેવું પદ મહિલાએ માત્ર 15 હજારની લાંચની લાલચે ગુમાવવાનો વારો આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.