રામ રાખે તેને કોણ ચાખે / રોડ પરથી જઈ રહેલી મહિલા પર આખે આંખો ટ્રક પસાર થતા વાળ પણ વાંકો ન થયો : જુઓ ચમત્કારિક વિડીયો

ટોપ ન્યૂઝ

વિશ્વભરમાં દરરોજ અનેક માર્ગ અકસ્માતો(Accidents) થાય છે. આ માર્ગ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેનો સદનસીબે જીવ બચી જાય છે. આવા લોકો માટે આ કહેવત પણ બનાવવામાં આવી છે કે જાકો રખે સૈયાં કોઈને મારી ન શકે. આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર આ જ કહેવતને સાબિત કરતો એક વીડિયો વાયરલ(Viral videos) થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક મહિલાને ટ્રકે ટક્કર મારી હતી. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં મહિલાના વાળને પણ નુકસાન થયું ન હતું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા કેટલાક સામાન સાથે રસ્તા પર ચાલી રહી છે. દરમિયાન પાછળથી એક ટ્રક આવીને તેમને ટક્કર મારી હતી. અથડામણ થતાં જ મહિલા જમીન પર પડી જાય છે. તે જ સમયે ટ્રક મહિલાની ઉપર ચડી જાય છે. આ દૃશ્ય કોઈપણને વિચલિત કરી શકે છે.

જો કે, સદનસીબે મહિલાને ઇજા ન થતાં ટ્રકની નીચેથી સલામત રીતે બહાર આવી હતી. વાસ્તવમાં, ટક્કર માર્યા પછી મહિલા ટ્રકના બંને પૈડા વચ્ચેના ગેપમાં પડી ગઈ, જેના કારણે તેનો જીવ તો બચી ગયો, પરંતુ તેનો સામાન ટ્રકના પૈડા નીચે આવી ગયો. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હાલ જાણી શકાયું નથી. પરંતુ હાલમાં ઘણા લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ સાથે ઘણા લોકોએ વિડિયો જોયા બાદ કહી રહ્યા છે કે, એટલા માટે રસ્તા પર સાવધાનીથી ચાલવું જોઈએ નહીં તો ખબર નહીં ક્યારે કોની સાથે એક્સિડન્ટ થઈ જાય. આ રીતે બચી જવું એ ચમત્કારિક કહી શકાય.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/reel/CXyMD2nBKw5/?utm_source=ig_web_copy_link )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.