રાજ્યમાં ટ્રેનમાં ચડતી વખતે અનેક દુર્ઘટનાઓ થતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. કાલુપુર સ્ટેશન પર આજે ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસ્યો હતો. ટ્રેનમાંથી પડી ગયેલી મહિલાનો જીવ RPFની લેડી કોન્સ્ટેબલે અજીબોગરીબ રીતે બચાવ્યો હતો.
આ બનાવ અંગેના CCTV ફુટેજ હાલ સામે આવ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે જબલપુર સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 8:40 કલાકે ટ્રેન રવાના થઈ હતી. ત્યારે કોચ નંબર 3 માં એક મહિલા પેસેન્જર દોડતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા પગ લપચી જતા મહિલા ઢસડાઈ પડી હતી. ( કાળજું કંપાવનારો વિડિઓ નીચે આપેલો છે )
ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં મહિલા ફસાઈ જતા જ મહિલા કોન્સ્ટેબલની નજર પડતા તે તાત્કાલિક દોડીને મહિલાને ખેંચી લીધી હતી. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. આ મહિલા કોન્સ્ટેબલનું નામ મંદાકિની પરમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાની ઉંમર અંદાજિત 37 વર્ષની આસપાસ છે અને તે મધ્યપ્રદેશની હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં મહિલાને કોઈ ઈજા થઈ નથી.
મહત્વનું છે કે, કાલુપુર રેલવે સ્ટેશન સ્ટેશન પર બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રેન દોડી રહી છે અને મહિલા દોડતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે અને ચાલુ ટ્રેનમાં ચડતી વખતે તેનો પગ લપસી જાય છે. મહિલાનો પગ લપચી જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ જાય છે. પરંતુ મહિલા કર્મચારીએ તેને ખેંચી લીધી હતી અને તેનો જીવ બચાવી લીધો હતો.
Ahmedabad: ચાલતી ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસ્યો, RPFની લેડી કોન્સ્ટેબલે બચાવ્યો જીવ – જુઓ CCTV#Ahmedabad #Train #ZEE24Kalak pic.twitter.com/ZwyjZ9T7T9
— Zee 24 Kalak (@Zee24Kalak) July 13, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!