સ્મગ્લરોએ હદ પાર કરી / વાપીના રેલવે સ્ટેશન પર એક યુવક દુબઈથી એવી જગ્યાએથી સોનુ છુપાવીને લાવ્યો કે જાણીને તમે હચમચી જશો

ગુજરાત

સોનાની દાણચોરી માટે લોકો જાત-જાતના રસ્તા અપનાવતા હોય છે, વાપી રેલ્વે સ્ટેશન પર આવી જ એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં ટ્રેન માર્ગે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક યુવક પાસેથી DRIની ટીમે 500 ગ્રામ જેટલું સોનુ પકડી પાડ્યું છે. જોકે યુવકે જે જગ્યાએ સોનું છુપાવ્યું હતું તે જાણીને ખૂદ DRIની ટીમ પણ ચોંકી ઉઠી હતી.

DRIની ટીમે યુવકના ગુદામાર્ગમાં છુપાવેલું સોનું કબજે કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હવાઇ માર્ગે દુબઇથી અમદાવાદ આવેલા યુવકે 500 ગ્રામ સોનુ બીજે ક્યાંય નહીં પરંતુ પોતાના ગુદા માર્ગમાં જ છુપાવ્યું હતું. જેની બાતમી DRIને મળી હતી. આથી સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા મુળ મધ્યપ્રદેશના મયંક જૈન નામના યુવકને શંકાના આધારે અટકાયત કરી હતી. ત્યારબાદ તેની પૂછપરછ અને શારીરિક તપાસ કરતાં તેના ગુદા માર્ગમાંથી 500 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું હતું. યુવક દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ આવ્યો હતો અને 500 ગ્રામ જેટલું સોનું બે ભાગમાં વહેંચી અને તેના ગુદામાર્ગમાં છુપાવી દીધુ હતુ.

અંદાજે 25 લાખની કિંમતના સોનાને યુવક ગુદા માર્ગમાં છુપાવી અને દાણચોરી કરી અને અમદાવાદ લાવ્યો હતો.ત્યારબાદ અમદાવાદથી રેલ માર્ગે મુંબઇ તરફ જઈ રહ્યો હતો, જેની બાતમી મળતા જ સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પરથી આ યુવકની ધરપકડ કરી અટકાયત કરી તેની પાસેથી 500 ગ્રામ નું સોનું કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.