હેવાનિયતની હદ વટાવી / જુઓ રાજકોટમાં એક યુવકે જાહેરમાં યુવતી સાથે એવું કૃત્ય કર્યું કે લોકોએ શું કરવું તે જ ખબર ન પડી

રાજકોટ

ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ છાશવારે આવતા રહે છે. તેવામાં સૌરાષ્ટ્રની ભુમી પરથી જ આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વીરપુરમાં યુવકે જાહેરમાં યુવતીને ખુબ જ ક્રુર રીતે ફટકારી રહ્યો હોવાનું દેખાય છે. તેના વાળ ખેંચીને ચહેરા પર મુક્કાઓ મારતો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. યુવતી માત્ર પ્રતિકાર કરી રહી હોવાનું સ્પષ્ટ રીતે દેખાય છે. જો કે યુવકે પથ્થર વડે તેને છુંદી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક અન્ય યુવતીએ તેનો બચાવ કર્યો હતો.

આ વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર થઇ રહ્યો છે તે જોઇને કોઇ પણ સામન્ય માણસનું કાળજુ કંપી ઉઠે તેવા દ્રશ્યો સામે આવે છે. તેના પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને પથ્થર પણ પીગળી જાય. હાલ તો પ્રાથમિક રીતે આ રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના હોવાનું અનુમાન છે. હાલ આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થઇ છે. અમને પણ વીડિયો મળ્યો છે, આ માટે અમે ટીમને તપાસ કરવા માટે મોકલી છે. તપાસ બાદ જ સાચી હકીકત સામે આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી પણ કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવો જ એક વીડિયો 17 ઓગસ્ટ 2021ના રોજ ફરતો થયો હતો. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે તેવા સામાન્ય મુદ્દે જ મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાને રોડ પર ઢસડી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ સફાળી જાગી છે. આ અંગે તપાસ આદરી છે. જો કે હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયોમા રહેલા પુરૂષ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.