પોલીસના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ / એક યુવકે વિડિઓમાં કહ્યું ‘પોલીસ મને ત્રાસ આપે છે, પપ્પાએ ઘરમાંથી કાઢીમુક્યો છે’ જુઓ આવું કહીને LIVE વીડિયોમાં ગટગટાવ્યું ઝેર : જુઓ વિડિઓ

જામનગર ટોપ ન્યૂઝ

દારૂના ધંધા અંગે પોલીસના ત્રાસના કારણે આ પગલું ભરતો હોવાનો વીડિયો વાઈરલ કર્યો

જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતા ૨૨ વર્ષીય એક યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પરિવારજનોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં યુવક પોતે પોલીસના ત્રાસના કારણે દવા પી રહ્યો છે, તે દર્શાવી ઝેરી દવા પી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે.

સૂત્રો અનુસાર જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતો કિશન ભરતભાઈ મકવાણા નામનો 22 વર્ષીય યુવાને ગઈકાલે સોમવારે બપોરે ગામના નિર્જન વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.

નોંધનીય છે કે યુવાન પોતે ઝેરી દવા પી રહ્યો હતો, તે સમયે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને પોલીસના ત્રાસના કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનું વીડિયોમાં જાહેર કર્યું હતું. જે વીડિયો પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સ્થાનિક પોલીસ તે દારૂનો ધંધો કરે છે, તેવા આરોપ લગાવી વારંવાર તેના ઘરે આવતી હોવાથી કિશનના પિતા વગેરે તેને ઠપકો આપતાં હોવાના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું યુવકે વીડિયોમાં જણાવ્યું છે. જે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/15/05-jamnagar-apghat-no-prayas-sahil_1644906343/mp4/v360.mp4 )

જામનગરના ડીવાયએસપી કૃણાલ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દારૂની બદીને ડામવા માટે પોલીસ અવાર-નવાર ચેકિંગ તો કરશે અને દારૂને પ્રવૃત્તિ કોઈપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે. પોલીસ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરનારને ચેક કરે છે ત્યારે પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરે છે તે સ્વાભાવિક વાત છે. જ્યારે આ બાબતની હકીકત એ છે કે, તેમના પિતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *