હેવાનિયતની હદ વટાવી / કોલેજમાં ભણતા યુવકે નવમા ધોરણમાં ભણતી યુવતીને પીંખી, આટલું જ નહિ પછી નફ્ફટે વિડિઓ બનાવી કર્યું એવું કે આને તમે જાહેરમાં લાવીને ફાંસી આપશો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દુષ્કર્મના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે.જાણે કે લોકોમાંથી કાનુનનો ડર જ ખતમ થઈ ગયો હોય. ત્યારે હાલમાં જ જયપુરથી(Jaipur) દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં 9માં ધોરણમાં ભણતી એક સ્કૂલની(School) છોકરી પર કોલેજમાં(College) ભણતા યુવકે દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવ્યો. જ્યારે પીડિતાએ તેની માતાને આ વિશે જણાવ્યું તો તે બદનામીના ડરથી ચૂપ થઈ ગઈ. થોડા દિવસો સુધી દીકરીએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

થોડા સમય પછી આરોપીએ પીડિતાને ફોન કરીને પાછા બોલાવવાનું શરૂ કર્યું અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. જ્યારે આરોપીએ દુષ્કર્મનો વીડિયો પીડિતાને મોકલ્યો ત્યારે ઘરમાં અંધાધૂંધી મચી ગઈ હતી. માતાએ આરોપીને વિડીઓ વાયરલ ન કરવા માટે ઘણા હાથ જોડ્યા પરંતુ આરોપી માન્યો નહિ. આ દરમિયાન મમતા નામની મહિલા આરોપી સાથે જોડાઈ હતી. તે બંને આરોપીએ કિશોરીની માતાને કહ્યું કે, તેને ત્યાં મોકલો, તેણે ત્યાં જવું પડશે. જો તે નહીં જાય તો તેના વીડિયો કોલોનીના ગ્રુપમાં મુકવામાં આવશે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ શેર કરશે.

આ દરમિયાન પીડિતાની માતાએ ફરીવાર આરોપીના હાથ જોડીને વીડિયો ડિલીટ કરવા કહ્યું હતું પરંતુ આરોપી માનતો નહોતો. છેવટે, પીડિતા તેની માતા સાથે રડતી રડતી પોલીસ સ્ટેશન પહોંચી અને કેસ દાખલ કર્યો. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને બચાવો. કેટલાક લોકો તેને કોલ ગર્લ બનાવવા માંગે છે. જ્યારે પીડિતાએ પોલીસ સાથે પોતાનો ભૂતકાળ શેર કર્યો તો પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

પોલીસે આ મામલે મહિલા અને યુવક વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો, બ્લેકમેલિંગ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓને વહેલી તકે પકડવાની તૈયારી શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.