‘ગ્રીષ્મા’ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો / સુરતમાં જાહેરમાં યુવતીના ગળે ચપ્પુ ફેરવનાર હત્યારા ફેનિલે જુઓ પોલીસ સમક્ષ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ટોપ ન્યૂઝ સુરત

ગ્રીષ્માનો ફોન મામાના હાથમાં આવી જતા ફોટા જોઈ લેતા બંનેના પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યો હતો-ફેનિલ

સુરતના પાસોદરા ખાતે 12મીએ જાહેરમાં ગળું કાપી ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા નીપજાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે આ ચોંકાવનારા કેસમાં ગ્રીષ્મા વેકરિયાના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીએ પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેનિલને ગ્રીષ્મા સાથે ઓળખાણ ગ્રીષ્માના જ મિત્ર પવન કળથિયા થકી થઈ હતી. શરૂઆતમાં પવન ફેનિલની બાઇક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો. ત્યારબાદ ધીમે ધીમે ગ્રીષ્મા અને ફેનિલ પરિચયમાં આવ્યા. જે પછી ગ્રીષ્માના મેસેજ આવતા હતા અને અવારનવાર બંને વચ્ચે મુલાકાત શરૂ થઈ હતી. 

ગત 22 ડિસેમ્બરે ગ્રીષ્માની બર્થ ડે હતી ત્યારે તેઓ બંને આર વી પટેલ કોલેજ ખાતે પણ મળ્યા અને પછી ફરવા ગયા હતા. એકાદ વર્ષ પહેલાં ગ્રીષ્માના ફોનની ડિસ્પ્લે તૂટી જતાં તેણે નવો ફોન લીધો હતો. જોકે જૂનો ફોન રિપેર થતાં તેના મામાના હાથમાં આવ્યો જેમાં ફેનિલ અને ગ્રીષ્માના ફોટોથી પ્રેમસંબંધની જાણ થઈ હતી. ગ્રીષ્માએ આ વાત ફેનિલને કરી હોવાનું તેણે નિવેદનમાં લખાવ્યું હતું.

આ પછી ગ્રીષ્માએ કહ્યું હતું કે, હવે તું મારી સાથે વાત ના કરતો. હું તને સામેથી મેસેજ કરીશ. જોકે એ પછી ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલી JZ કોલેજ પાસે બોલાવ્યો હતો. ફેનિલ પહોંચ્યો ત્યારે ત્યાં ગ્રીષ્મા, તેના મામા અને કાકા હાજર હતા. ગ્રીષ્માના મામા અને કાકાએ કહ્યું હતું કે, જે લફડું છે તે મુકી દેજે. નહીં તો તારો વારો પડી જશે. ત્યારે ફેનિલે કહ્યું હતું કે, ગ્રીષ્મા સાથે મારે પ્રેમસંબંધ છે એટલે અમારા લગ્ન કરાવી આપો.ત્યારે તેના મામાએ કહ્યું હતું કે આ બધું બંધ કરી દે અને તારા ઘરે ચાલ. તારા મમ્મી પપ્પાને મળવું છે.

તે સમયે સમાજમાં બદનામી થશે એવા ડરે ફેનિલે મળવાની ના પાડી હતી. જોકે તે પછી પણ ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે મેસેજ ચાલું રહ્યા હતા. દિવાળીમાં ફેનિલના મોટા બાપાના દીકરા પર ફોન આવ્યો હતો કે ફેનિલ ગ્રીષ્માને હેરાન કરે છે અને ગ્રીષ્માના મામા તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવે છે. ફેનિલ અને તેના મોટા બાપાનો દીકરો બંને હીરાબાગ પાસે ગયા હતા અને ત્યાં પણ ગ્રીષ્માના મામાએ ફેનિલ પાસેથી ફોન લઈ ફોટો અને મેસેજીસ ડિલિટ કરાવી દીધા હતા. ત્યાર બાદ એક દિવસ રાત્રે ફેનિલના ઘરે ફોર વ્હીલર લઈને 5-7 માણસો આવ્યા હતા. તું ફેનિલ છે કહીને તેમણે લાફો મારી દીધો હતો. ફેનિલે પણ સામે લાફો મારી દીધો હતો. પછી તે લોકોએ ફેનિલના માતા-પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના પછી ફેનિલને મનમાં લાગી આવ્યું હતું. જો કે, ગ્રીષ્માએ પણ બોલવાનું બંધ કરી દેતાં અંતે હત્યા કરી હોવાની ફેનિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *