જાહેરાત / AAPની મોટી જાહેરાત, મુખ્યમંત્રી પદ માટે ઉમેદવારના નામની કરી જાહેરાત

ઇન્ડિયા

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત ગંગોત્રી બેઠક પરથી પેટાચૂંટણી લડી શકે છે, આમ આદમી પાર્ટીએ રાવતની સામે અજય કોઠિયાલને ઉમેદવાર જાહેર કર્યાં છે.

  • ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત વિધાનસભાના સભ્ય નથી
  • ચૂંટણી પંચે પેટાચૂંટણી પર પાબંધી મૂકી છે, કેન્દ્ર સરકારે પંચની મંજૂરી લીધી
  • ઉત્તરાખંડમાં હાલમાં ખાલી છે બે બેઠક ગંગોત્રી અને હલ્દાની
  • ગંગોત્રી બેઠક પર તીરથ સિંહ લડી શકે ચૂંટણી 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા માટે તીરથ સિંહ રાવતનું વિધાનસભામાં ચૂંટાવુ જરુરી છે. રાવત હાલમાં વિધાનસભાના સભ્ય નથી. તેથી ભાજપ તેમને ગંગોત્રી બેઠક પરથી પેટાચૂંટણી લડાવી શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ રાવતની સામે રિટાયર્ડ કર્નલ અજય કોઠિયાલને ઉતાર્યાં છે.

હાલમાં રાવત વિધાનસભાના સભ્ય ન હોવાને કારણે તેમને 10 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાના સભ્ય બની પડશે. હાલમાં ઉત્તરાખંડમાં બે બેઠક ખાલી છે, એક ગંગોત્રી જે ગઢવાલ વિસ્તારમાં છે બીજી બેઠક હલ્દાની છે જુ કુમાઉ જિલ્લામાં છે.

રાવત ગંગોત્રીથી ચૂંટણી લડે તેવી શક્યતા
ભાજપના એક ટોચના નેતાએ જણઆવ્યું કે સીએમ ગંગોત્રીથી ચૂંટણી લડી શકે છે. ગંગોત્રી બેઠક સીએમ માટે સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે પણ ભાજપની વાતચીત ચાલી રહી છે

ભાજપ ધારાસભ્યના નિધનને પગલે ખાલી પડી છે બેઠક
છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં ગંગોત્રી બેઠકના ભાજપના ઉમેદવાર ગોપાલ સિંહ રાવતે કોંગ્રેસના ધારાસભ્ય સજવાણને 9610 મતોથી પરાજય આપ્યો હતો. પરંતુ 22 એપ્રિલે કેન્સરને કારણે તેમનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. તો હલ્દાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દીરા હૃદયદેશનું પણ 13 જુને અવસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published.