સવાણીને પાછા લાવવા મનામણાં / મહેશ સવાણીને મનાવવા AAPના નેતાઓ પગે પડીને કહ્યું ‘તમે પાર્ટીમાં પાછા આવો’તો કેટલાકે ઉપવાસની ધમકી આપી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

મહેશ સવાણીની વેસુ ખાતેની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ પહોંચ્યા

7 મહિના પહેલા જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડી દીધી છે. જેથી તેમને મનાવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની ઓફિસે પહોંચ્યાં છે. મહેશ સવાણીને બનાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તેઓને ફરી એક વખત તમામ બાબતોને બાજુ પર મૂકીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટેની મથામણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે. દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીને પગે પણ લાગ્યા હતા અને કહ્યું હતું કે, તમે ન જાવ, અમે ઉપવાસ પર ઉતરીશું.

રાજનીતિ માટે નહીં પરંતુ સમાજ સેવા માટે ફરીથી જોડાવા મનામણા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે, તમે રાજનીતિ કરવા માટે નહીં પરંતુ સમાજ સેવા કરવા માટે અમારી સાથે જોડાઈ જાવ. તમે અમારા પક્ષના વડીલ છો અને તેના કારણે તમારે અમને માર્ગદર્શન આપવું જ પડશે અને તમે અમારી સાથે ફરીથી કામે લાગી જાવ.

મહેશ સવાણીની વેસુ ખાતેની ઓફિસ છે, જ્યાં કાર્યકર્તાઓ તેમને મનાવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને કેટલા કાર્યકર્તાઓ તેમના પગે લાગીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહવાન કર્યું છે.

આપના નેતાઓને મહેશ સવાણી ફરી જોડાય તેવો પીરો વિશ્વાસ
ધર્મેન્દ્ર ભંડેરી (વિરોધ પક્ષના નેતા)એ જણાવ્યું કે, તેઓ માની જશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. મહેશ સવાણી કહે છે કે મારે રાજકારણ નથી કરવો મારે સમાજ સેવા કરી છે ત્યારે અમારો પણ એ જ કહ્યું હતું કે અમે પણ રાજકારણ કરવા માટે નથી આવ્યા. અમે પણ સમાજસેવા કરવા માટે જ આવ્યા છે

એ પ્રકારની વાત અમે મહેશ સવાણીને કરવા આવ્યા છીએ અને તેઓ ફરીથી પક્ષમાં જોડાઈ જાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છે. અમારા અંતરાત્મા એવું કહે છે કે મહેશભાઈ સવાણી ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં જોડાઇ જશે.

મહેશ સવાણીના નિર્ણયથી દુઃખી : કોર્પોરેટર અસ્મિતા શિરોયા જણાવ્યું કે અમે મહેશ સવાણીને મનાવવા માટે આવ્યા છે. અમે અમારી વાત મહેશભાઈને કહીશું અને તેમને ફરીથી એક વખત મનાવવાનો પ્રયાસ કરીશું. મહેશભાઈ અમારી પાર્ટીના વડીલ નેતા છે અને તેમણે એક આ નિર્ણય લીધો છે તેનાથી અમે દુઃખી થયા છે પરંતુ ફરી એક વખત તેઓ પાર્ટીમાં આવી જાય એના માટે અમે તેમને મનાવવા માટે તેમની ઓફિસે પહોંચ્યાં છે.

( લાઈવ વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://fb.watch/aCjZALDH5z/ )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.