પાલિકાની દાદાગીરી / સુરતમાં સિંગણપોર વિસ્તારમાં 50 જેટલી દુકાનોને અચાનક સીલ મારી દેવતા, જુઓ વેપારીઓએ ભાજપના મંત્રી વિનુભાઈ મોરડિયાના કાર્યાલય સામે દેખાવો કર્યો

ટોપ ન્યૂઝ સુરત

વેપારીઓએ કહ્યું,-અધિકારીઓ જોહુકમી કરી રહ્યા છે’

સુરતમાં સિંગણપોર વિસ્તારમાં મનપા દ્વારા 50 થી વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેથી દુકાનદારો આ મામલે રજૂઆત કરવા મંત્રી વિનુભાઈ મોરડિયાની ઓફિસે પહોચ્યા હતા. પરંતુ તેઓ ત્યાં નહી મળતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ મંત્રીના કાર્યાલય બહાર સુત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક વેપારીઓએ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઇને રોષ વ્યક્ત કર્યો છે. કોના ઇશારે મહાનગર પાલિકાના કર્મચારીઓ આ રીતે દુકાનદારોને હેરાન કરે છે. તે તપાસનો વિષય છે.

કોરોનાને લઈને દરેક લોકોના ધંધા રોજગાર પર અસર પડી છે. આ ઉપરાંત રાત્રી કફર્યૂ પણ સુરતમાં અમલમાં છે. તો બીજી તરફ સુરતના સિંગણપોર સ્થિત મનપા દ્વારા50થી વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેને લઈને દુકાનદરો રોષે ભરાયા હતા. દુકાનદારો આ મામલે રજૂઆત કરવા મંત્રી વિનુભાઈ મોરડિયાના જનસંર્પક કાર્યલય ખાતે ગયા હતા. અહી તેઓ નહી મળતા વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ અહી સુત્રોચાર પણ કર્યા હતા. દુકાનદારોએ જણાવ્યું હતું કે, દુકાન આગળ લારીઓનું દબાણ હોવાનું કહી સીલ મારી દેવામાં આવ્યું છે.

ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે દુકાનમાં ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. મનપા દ્વારા કોઈ પણ નોટીસ વગર સીલ મારી દેવામાં આવ્યું હતું. અમારી માંગ એક જ છે. અમને ધંધો કરવા દે. કોરોનાને લઈને પહેલેથી જ અમારી હાલત કફોડી છે. 50 જેટલી દુકાનોને અહી સીલ મારવામાં આવ્યું છે. એસ.એમ.સી.ના અધિકારીઓનું કહેવું છે કે, આ દુકાનો ચાલતી હોવાને કારણે રસ્તાઓ પર ન્યુસન્સ ફેલાઈ રહ્યું છે. જે આશ્ચર્યજનક છે. આવા ખોટા કારણોથી સીલ મરાયું હોય તો મહાનગરપાલિકાની કામગીરી ઉપર શંકા ઊભી થાય એ સ્વાભાવિક છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.