શું ભારત રત્ન ‘લતાદીદી’એ કહ્યું દુનિયાને અલવિદા? જુઓ લત્તા મંગેશકરના મૃત્યુના સમાચાર અંગે મેનેજમેન્ટ ટીમે આપ્યા શોકિંગ સમાચાર

ટોપ ન્યૂઝ બોલિવૂડ

ભારત રત્ન’ લતા મંગેશકર 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. કોરોના વાયરસના સંક્રમણ બાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન લતા દીદીના ખરાબ તબિયતના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ અહેવાલમાં કોઈ સચ્ચાઈ નથી. હોસ્પિટલમાંથી તેમની સારવાર કરી રહેલા ડોક્ટરર્સ દ્વારા લતા મંગેશકરની તબિયત અપડેટ આપતા જણાવ્યું છે કે લતા મંગેશકરની સ્થિતિમાં થોડો સુધારો જણાઈ રહ્યો છે. લતા મંગેશકર હજુ પણ ICU વોર્ડમાં છે, ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

લતા મંગેશકરની મેનેજમેન્ટ ટીમે વાયરલ ફેક ન્યૂઝ પર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગાયિકના સ્વાસ્થ્ય વિશે હાલ ઘણી ખોટી અફવાઓ ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહી છે. પોતાના ચાહકોને આવા સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં તેમના મૃત્યુના સમાચાર પણ આડેધડ શેર કરવામાં આવી રહ્યા છે. વારંવાર સૂત્રો પણ અપીલ કરી રહ્યા છે કે આવી અફવાઓ પર ધ્યાન આપશો નહીં.

ટીમે જાહેર કર્યું એક નિવેદન
એક ઈમાનદાર અપીલ. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચારને ન ફેલાવો, લતા મંગેશકર સારવાર હેઠળ ICUમાં દાખલ છે. ડૉ.પ્રિતિત સમદાની અને તેમના ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. પરિવારો અને ડોકટરોને થોડા સમયની જરૂર છે. ચાલો આપણે બધા લતા લતા દીદીના ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે તેવી પ્રાર્થના કરીએ. અગાઉ પીઢ ગાયિકાને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોરોનાની સાથે ન્યુમોનિયાની ઝપેટમાં છે લતા મંગેશકર
લતા મંગેશકરનું હાલ 93મું વર્ષ ચાલી રહ્યું છે. તેઓ કોરોનાની સાથે ન્યુમોનિયાથી પણ પીડિત છે. બીમારી અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ તમામ વાતો વચ્ચે દેશભરમાં તેમના ચાહરો દ્વારા તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સાત દાયકાની શાનદાર કારકિર્દી
પોતાની સાત દાયકાની લાંબી કારકિર્દીમાં લતા મંગેશકરે અનેક ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવામાં આવ્યું હતું. તેમને 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.