મહારાષ્ટ્રમાં નાસિક નજીક વાની ગામમાં સપ્તશ્રૃંગી દેવીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું માન્યતા છે કે દેવીએ અહીં મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. જેના કારણે આ મંદિર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગોદાવરી નદીના કિનારે બનેલા આ મંદિરમાં દેવી સરસ્વતી, કાલી અને મહાલક્ષ્મી એમ ત્રણ મહાશક્તિઓના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
ભક્તો અહીં મોટી સંખ્યા માં દેવી ના દર્શન કરવા માટે આવે છે. દેવી સપ્તશ્રુગી ના પર્વત પર 108 પાણીની ટાંકી છે. જેથી દેવી સપ્તશૃંગી ના આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. દેવી સપ્તશૃંગી ને બ્રહ્મસ્વરૂપિણી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે ગિરિજા મહાનદી દેવી સપ્તશ્રૃંગી એ બ્રહ્મા દેવતાના કમંડલ માંથી ઉતરી આવેલ સ્વરૂપ છે.
અહિયાનો નજારો જોવાલાયક હોય છે. મંદિર એકદમ કુદરતી વાતાવરણ થી પોતાની સુંદરતા માં વધારો કરે છે. શ્રધ્ધાળુઓ અહીંયા મોટી સંખ્યામાં આવે છે અને દેવીની પૂજા અર્ચના કરે છે. સપ્તશ્રૃંગી દેવી ની પણ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રિવિધ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે તમામ દેવી અને દેવતાઓએ મહિષાસુર રાક્ષસના નાશ માટે માતાની પૂજા કરી હતી, ત્યારે માતા દેવી સપ્તશ્રૃંગી અવતારમાં પ્રગટ થયા હતા અને અહીં જ તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો અને ત્યાર બાદ સાત પર્વતોથી ઘેરાયેલ આ જગ્યા પર જ બિરાજમાન થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!