આલે લે…કોન્ડોમ કંપનીએ પણ મજા લીધી / વિકી-કેટરીનાના લગ્ન વિશે કોન્ડોમ કંપનીએ એવી પોસ્ટ શેર કરી કે જોઈને તમને પણ હસવાનું નહિ રોકી શકો

બોલિવૂડ

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) ના પતિ પત્ની બનવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આજે આ કપલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ બધા વચ્ચે કોન્ડોમ કંપની ડ્યૂરેક્સે સોશિયલ મીડિયા પર વિકી અને કેટરીનાના લગ્ન અંગે મજેદાર પોસ્ટ કરી છે. જેને જોઈને તમે હસી હસીને બેવડા વળી જશો. ઈન્ટરનેટ પર આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે.

કંપનીએ શેર કરી પોસ્ટ : ડ્યૂરેક્સ કંપનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ‘પ્રિય વિકી અને કેટરીના જો અમને ન બોલાવ્યા તો જરૂર આ મજાક જ હશે.’ આ પોસ્ટ પર યૂઝર્સ ખુબ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે વિકી કૌશલ અને કેટરીના કૈફ શરૂઆતથી જ તેમના લગ્નને લઈને ખુબ સતર્કતા વર્તી રહ્યા છે. કપલે પોતાના લગ્નમાં ગણતરીના લોકોને જ બોલાવ્યા છે અને આ સાથે જ ગેસ્ટની યાદી પણ ખુબ જ સીક્રેટ રાખવામાં આવી છે. કદાચ આ જ કારણે કંપનીએ વિકી અને કેટરીનાના લગ્નને લઈને સોફ્ટ કટાક્ષ કર્યો છે. જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Durex India (@durex.india)

સો.મીડિયામાં મેસેજ શૅર કર્યો : કોન્ડોમની જાણીતી બ્રાન્ડ ડ્યૂરેક્સે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી છે. આ તસવીર પર મેસેજ લખવામાં આવ્યો છે, ‘ડિઅર વિકી તથા કેટરની, જો તમે અમને આમંત્રણ નથી આપ્યું તો તમે સાચે જ મજાક કરી રહ્યા છો.’ આ તસવીર શૅર કરીને કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘ઈરાદોઃ લગ્નમાં સામેલ થવાનો.’

વિકી-કેટ હનીમૂન પર નહીં જાય : લગ્ન બાદ કેટરીના તથા વિકી હનીમૂન પર ક્યાંય જવાના નથી. માનવામાં આવે છે કે વિકી તથા કેટ 12 ડિસેમ્બર સુધી સિક્સ સેન્સ ફોર્ટમાં જ રોકાશે. ત્યારબાદ બંને પોત-પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે.

યૂઝર્સ કરી રહ્યા છે કમેન્ટ્સ : કંપનીની આ પોસ્ટ પર યૂઝર્સ કમેન્ટ કરીને મજા લઈ રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ઓ ભાઈ સાહેબ, બીજાએ લખ્યું કે કઈક વધુ પર્સનલ થઈ રહ્યું છે. કોઈએ લખ્યું કે આ લગ્નનો સૌથી બેસ્ટ મીમ છે ગુરુ. આ અગાઉ આ કંપની વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, દીપિકા પાદૂકોણ-રણવીર સિંહના લગ્ન વિશે પણ આવી પોસ્ટ કરી ચૂકી છે. જે ખુબ ચર્ચામાં રહી હતી.

વિકી અને કેટરીના આજે લેશે સાત ફેરા : અત્રે જણાવવાનું કે વિકી અને કેટરીના આજે એટલે કે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સિક્સ સેન્સેસ ફોર્ટ બડવારામાં સાત ફેરા લેશે. લગ્ન બાદ કેટરીના અને વિકી હનીમૂન માટે માલદીવ રવાના થશે. જો કે તેમના ફિલ્મોના શૂટિંગ શેડ્યૂલને જોતા તેમના હનીમૂનમાં મોડું થાય તેવી સંભાવના છે.

આ જગ્યાએ કપલ રાખશે ગ્રાન્ડ રિસેપ્શન :ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ વિકી અને કેટરીના મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં પોતાના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનની મેજબાની કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગુરુવારે વિકી સાત ઘોડાના રથ પર સવાર થઈને કેટરીના સાથે લગ્ન કરવા પહોંચશે. આ લગ્નમાં 120 મહેમાનો સામેલ થયા છે. કપલના હાઈ પ્રોફાઈલ લગ્નમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા લગભગ 100 બાઉન્સર્સ તૈનાત કરાયા છે.

લગ્ન બાદ ભાડાના મકાનમાં રહેશે : લગ્ન બાદ વિકી તથા કેટરીના પરિવારથી અલગ મુંબઈમાં ભાડાના ઘરમાં રહેશે. વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતનાં ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ અપાર્ટમેન્ટમાં અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પણ રહે છે.

કેટરીનાએ પંજાબી શીખ્યું : કેટરીના કૈફે લગ્ન પહેલાં પ્રાઇવેટ ટ્યૂટર હાયર કર્યો હતો. તેણે ટ્યૂટર પાસેથી પંજાબી ભાષા શીખી હતી. ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ પંજાબી છે અને તેથી જ કેટરીના આ ભાષા શીખી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.