આ શું છે ભાઈ? / ભાજપના વિદ્યાર્થી સંગઠન(ABVP) ના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા, બેફામ વાહનો ચલાવતા પોલીસ એક્શનમાં : જુઓ વિડિઓ

રાજકોટ ટોપ ન્યૂઝ

આડેધડ જીપ ચલાવનાર ઋષિકેશ ગણાત્રા વિરુદ્ધ કલમ 279 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટમાં ABVP ના કાર્યકર્તાઓ દ્વારા જાહેર માર્ગ પર બેફામ વાહનો ચલાવવાના મામલે GSTV એ અહેવાલ રજૂ કર્યો હતો.વિડિઓ સામે આવ્યા બાદ રાજકોટ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

રાજકોટ શહેરમાં નીકળેલી ABVP ની રેલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોમાં વિદ્યાર્થી નેતાઓ જાહેરમાં રેલીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. પોલીસની કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

રાજકોટના યાજ્ઞિક રોડ પર ડિવાઈડર પાર કરી રોંગ સાઈડમાં કારને બેફામ હાંકી હતી. તો કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઊભી રાખીને દૈનિક ટ્રાફિક જામ કર્યો. એબીવીપી રેલીના આ વીડિયોએ અનેક સવાલો પણ ઊભા કર્યા છે. ત્યારે હવે સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવતી પોલીસ કેમ મૌન છે?

વિદ્યાર્થી નેતાઓએ યાજ્ઞિક રોડ પર ડિવાઈડર ટપાડી રોંગ સાઈડમાં બેફામ રીતે જીપ હંકારી : મહત્વનું છે કે, રાજકોટમાં ABVP ની રેલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પૂરજોશમાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે ABVP ના વિદ્યાર્થી નેતાઓ રેલીમાં સરેઆમ ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યાં છે.

એબીવીપી(ABVP)ના વિદ્યાર્થી નેતાઓએ યાજ્ઞિક રોડ પર ડિવાઈડર ટપાડી રોંગ સાઈડમાં બેફામ રીતે જીપ હંકારી હતી. જેના કારણે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતાં. એટલું જ નહીં પરંતુ કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઊભી રાખીને ભારે ટ્રાફિક જામ સર્જ્યો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/KKVljTGaoSw )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.