આરોપી પણ માથાનો ભટકાણો / લોકઅપમાંથી ભાગી ગયો આરોપી, જુઓ પોલીસે પકડીને પૂછ્યું કેવી રીતે ભાગ્યો? તો કહ્યું એવું કે પોલીસને પણ આવી ગયા ચક્કર : જુઓ વિડિઓ

ઇન્ડિયા

દેશ-દુનિયામાં કેદી જેલમાંથી ફરાર થઈ ગયાના સમાચાર અવારનવાર સાંભળવા મળતા હોય છે. ક્યારેક તેઓ પોલીસની પકડમાં આવી જાય છે તો ક્યારેક ભાગી જાય છે. પરંતુ આટલા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કેદીઓ કેવી રીતે ભાગી જાય છે તે નવાઈની વાત લાગતી હોય છે. મહારાષ્ટ્રના પુના જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગવામાં સફળ રહ્યો. તે કેવી રીતે ભાગી ગયો તે જાણીને તો તમે પણ માથું ખંજવાળશો.

પુના નજીકના પિંપરી-ચિંચવડના ચાકન પોલીસ મથકમાં આ ઘટના જોવા મળી.મહારાષ્ટ્રના પુના નજીકના પિંપરી-ચિંચવડના ચાકન પોલીસ સ્ટેશનથી એક આરોપી લોકઅપમાંથી ફરાર થઈ ગયો. પોલીસને આ જોઈને દંગ રહી ગઈ કે આખરે તાળાબંધી અને ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ આરોપી ભાગી કેવી રીતે ગયો. જો કે પોલીસ તેને પકડી લેવામાં સફળ રહી અને દબોચીને પાછો પોલીસ સ્ટેશન લઈ ગયા.

જ્યારે આરોપીને પોલીસે પૂછ્યું કે કેદખાના બહાર તાળું હોવા છતાં કેવી રીતે તે બહાર આવ્યો તો આ આરોપીએ તેમને એક લાઈવ ડેમો આપી દીધો. વીડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો. આરોપીએ લાઈવ ડેમો આપીને દેખાડ્યું કે લોકઅપમાં લાગેલા સળીયા વચ્ચેથી કેવી રીતે સરળતાથી તે બહાર નીકળી ગયો. ફક્ત 5 સેકન્ડની અંદર બહાર આવીને આરોપીએ પોલીસને ચોંકાવી દીધા.

જે પ્રકારે આરોપી લોકઅપમાંથી બહાર નીકળ્યો તે કેમેરામાં કેદ કરવા માટે પોલીસકર્મીઓએ આરોપી પાસે લાઈવ ડેમો કરાવ્યું. આરોપી દુબળો પાતળો હતો. લોકઅપના સળીયા વચ્ચેથી તે સરળતાથી બહાર નીકળી શક્યો. જો કે આ ઘટના બાદ હવે પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. પોલીસ આ અંગેની એક એડવાઈઝરી પણ તમામ પોલીસ મથકોને જારી કરી છે. સળીયા વચ્ચેથી બહાર નીકળવાનો આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચોંકાવનારો વીડિયો જેણે પણ જોયો તે દંગ રહી ગયા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1506144931949162498 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.