આખરે હરામખોર ઝડપાયો / આખા રાજકોટના નાકે દમ લાવી દેનારા આરોપીને આખરે પોલીસે ઝડપી લીધા, જુઓ પોલીસની આ ચાલથી ઓપરેશનને આપ્યો અંજામ

ટોપ ન્યૂઝ રાજકોટ

પોલીસે બે રીઢા બાઇકચોરને પકડી પાડ્યા છે. આ બાઇક ચોર બાઇકની ચોરી કરતા અને બાઇક ચોરી કરીને આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. જો કે ચોરી કરેલી બાઇક લઇને બહાર નીકળતા જ પોલીસે પકડી પાડ્યા હતા. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનની પીસીઆરના જવાનો પોલીસ પેટ્રલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સો ત્યાંથી પસાર થયા હતા.

પોલીસે તેને રોકીને પુછપરછ કરતા તેના નામ કરશન ઝખાણિયા અને સંજય સાડમીયા કહ્યું હતું. પોલીસે આ બંન્નેની પુછપરછ કરતા તેઓએ બાઇક ચોરીની કબૂલાત આપી હતી. આ શખ્સોએ બે સગીર સાથે મળીને કુલ ૮ બાઇકની ચોરીની કબુલાત આપી હતી. પોલીસે જ્યારે ચોરી કરાયેલા બાઇક કબ્જે કરવા માટે પહોંચી ત્યારે તમામ બાઇક આજી નદીના પટમાં ખાડો કરીને ઢાંકેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો રીઢા બાઇક ચોર છે. શહેરમાં અલગ અલગ દિવસે ભરાતી ખરીદી બજારોને ટાર્ગેટ બનાવતા હતા. આ શખ્સો અલગ અલગ બજારોમાં જઇને બાઇકની ચોરી કરતા હતા. આ બાઇક આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. પોલીસના કહેવા પ્રમાણે બાઇકચોર રૂપિયા કમાવવા માટે ચોરી કરેલા બાઇક વેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે આ શખ્સોની પુછપરછ શરૂ કરી છે. પીસીઆર વાનના પોલીસ જવાનોની સતર્કતાને કારણે બાઇક ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે. હાલમાં પોલીસ આ શખ્સો કેટલા સમયથી બાઇક ચોરી કરતા હતા. આ શખ્સો સાથે અન્ય કોઇ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાઇક ચોરો દ્વારા હાલ રાજકોટમાં ભારે આતંક મચાવવામાં આવી રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.