‘બિગ બોસ’માં ‘સીઝન-4’ની વિનર રહી ચૂકેલી શ્વેતા તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભોપાલમાં વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન તેણે ભગવાન પર વિવાદને નોતરતું સ્ટેટમેન્ટ આપ્યું. તેની એક લાઈનથી અનેક વિવાદ શરુ થઈ ગયો છે.
ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં જ એક એવી વાત કહી છે જેના કારણે હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પોતાની બ્રાની સાઈઝ પર બોલતાની સાથે જ તેણે ભગવાન વિશે એવી વાત કરી જેનાથી લોકો નારાજ થઈ ગયા. હવે હિન્દુ સંગઠને વિવાદિત નિવેદનને લીધે મોરચો ખોલ્યો છે.
ગૃહમંત્રી પાસે FIRની માંગ
આ મામલાને લઈને સંગઠને મધ્યપ્રદેશના ગૃહમંત્રી પાસે શ્વેતા તિવારી અને વેબ સિરીઝના નિર્દેશક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. હિંદુ સંગઠને ચેતવણી આપી છે કે શ્વેતાએ તેના નિવેદન માટે જનતાની માફી માંગવી જોઈએ, નહીં તો હિંદુ સંગઠન ભોપાલમાં વેબ સીરિઝનું શૂટિંગ થવા દેશે નહીં.
હિંદુ વાદી નેતાએ આપ્યું નિવેદન
અભિનેત્રી શ્વેતા તિવારીના વિવાદાસ્પદ નિવેદન બાદ હિન્દુ સંગઠનના હિન્દુવાદી નેતા ચંદ્રશેખર તિવારીએ શ્વેતા તિવારી પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. હિન્દુ સંગઠનની ચેતવણી છે કે તેમની વેબ સિરીઝનું શૂટિંગ ભોપાલમાં થવા નહીં દે.
આ વિવાદમાં હવે હિંદુ સંગઠનો પણ એક્ટિવ થઈ ગયાં છે. ‘સંસ્કૃતિ બચાઓ મંચ’ નામના સંગઠનના ચંદ્રશેખર તિવારીએ પોતાનું સ્ટેટમેન્ટ બહાર પાડીને માગ કરી છે કે, ‘શ્વેતા તિવારી જાહેરમાં આ મુદ્દે માફી માગે. ફિલ્મ ડિરેક્ટરો અને અભિનેતા-અભિનેત્રીઓએ જાણે હિંદુ ધર્મના ભગવાનોનું અપમાન કરવાનો ઠેકો લીધો છે.’ એણે મધ્ય પ્રદેશના ગૃહમંત્રીને શ્વેતા તિવારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને તેની ધરપકડ કરવાની અને તે વેબ સિરીઝના શૂટિંગની પરમિશન રદ્દ કરી દેવાની માગ કરી છે.
Actress Shweta Tiwari made a controversial statement on God.. It happens in the press conference of #ShowStopper Webseries..#ShwetaTiwari @rohitroy500@DiganganaS #ControversialStatement #Trending #TrendingNow #ottplatform pic.twitter.com/EqmsibDoy4
— Deep Singh (@Deepsingh_page3) January 26, 2022
જાણો શું છે સમગ્ર મામલો
વિવાદના મૂળમાં રહેલી આ વેબ સિરીઝ ફેશન વર્લ્ડ પર આધારિત છે અને તેનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. તે વિશેની એક પ્રેસ કોન્ફરન્સમાં આ સિરીઝની તમામ સ્ટારકાસ્ટ સ્ટેજ પર હાજર હતી. ‘શો સ્ટોપર્સ’ નામની આ વેબ સિરીઝમાં શ્વેતા તિવારી ઉપરાંત કંવલજીત સિંહ, રોહિત રોય, સૌરભ રાજ જૈન જેવા કલાકારો અભિનય કરી રહ્યાં છે.
એક પત્રકારે અભિનેતા સૌરભ રાજ જૈન, જે ટેલિવિઝનના પડદા પર ભગવાન શ્રીકૃષ્ણનું અને અન્ય ધાર્મિક પાત્રો ભજવવા માટે જાણીતો છે, તેને પૂછ્યું કે, તમે તો ભગવાનનાં પાત્રો ભજવવા માટે જાણીતા છો, આ ફેશન વર્લ્ડમાં ક્યાંથી ફસાઈ ગયા? તેના જવાબમાં સૌરભ રાજ જૈન કશું બોલે એ પહેલાં મજાક મજાકમાં શ્વેતા તિવારી બોલી ગઈ કે, ‘અહીં ભગવાન મારી બ્રાની સાઈઝનું માપ લઇ રહ્યા છે.’ દેખીતી રીતે જ શ્વેતા તિવારીનો ઇશારો અભિનેતા સૌરભ રાજ જૈનના પાત્ર તરફ હતો. એ દરમિયાન બધાએ આ વાત મજાક સમજીને ઉડાવી દીધી અને તેને સહેજ પણ ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ હવે આ સ્ટેટમેન્ટનો વીડિયો પબ્લિક પ્લેટફોર્મ પર આવતાં નવો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારનાં એક્સ્ટ્રીમ રિએક્શન આપી રહ્યાં છે.
પર્સનલ લાઈફને લઈને સૌથી વધારે ચર્ચામાં રહી
ઘણા સમયથી શ્વેતાની મેરિડ લાઈફમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. બે વખત લગ્ન અને એક છૂટાછેડા પછી પણ તેના બીજા લગ્ન સફળ ના રહ્યાં. હાલ તે પતિ અભિનવથી અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં શ્વેતા તિવારીની મોટી દીકરી પલક તિવારી સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ સાથે ડેટ પર ગઈ હતી, જેમાં તેને ફોટોગ્રાફર્સે ઘેરી લેતાં પલકે પોતાનું મોઢું સંતાડી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!