કોરોનાકી ‘એસી કી તેસી’ / ગામને નિયમો પાળવાની સલાહ અને ધારાસભ્યએ હજારોની સંખ્યામાં પોતાનો બર્થડે ઉજવ્યો, જુઓ વિડિઓ કોરોનની ગાઇડલાઇનનું કેવું પાલન કર્યું એ…

ગુજરાત ટોપ ન્યૂઝ

સામાન્ય જનતા નિયમોનું ઉલ્લઘંન કરે તો સજા પણ નેતાઓ પોતે જો ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે ત્યારે કંઇ નહીં? ધારાસભ્ય લલિત વસોયાએ સમર્થકોની હાજરીમાં ઉજવ્યો બર્થડે!

ધારાસભ્ય લલીત વસોયા વિવાદોમાં સપડાયા છે. એક તરફ રાજ્યમાં રોજના 10 હજાર કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ નેતાઓ હજુ બર્થ ડે સેલિબ્રેશનમાં વ્યસ્ત છે. ધારાસભ્ય લલીત વસોયાએ ઉપલેટામાં સમર્થકોની ભીડ વચ્ચે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

બર્થ ડે સેલિબ્રેશન
ધારાસભ્ય લલીત વસોયાણો બર્થ ડે હતો અને સમર્થકો તથા ચાહકો મોટી સંખ્યામાં સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. આ સમર્થકોની ભીડમાં માસ્ક અને સામાજિક અંતરના ધજાગરા ઊડ્યાં હતા અને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

ઉપલેટા-ધોરાજીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ
ઉપલેટા-ધોરાજીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને બીજી બાજુ રાજકીય મેળાવડા કે બર્થ ડે સેલિબ્રેશન જેવી બાબતો માટે લોકોને ભેગાં કરવા કેટલા અંશે યોગ્ય કહેવાય તે મોટો સવાલ છે.

પોતે જ ન પાળી સલાહ
થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય લલીત વસોયાએ લોકોને નિયમો પાળવા લોકોને સલાહ આપી હતી. અને હવે પોતે જ તમામ નિયમોના છડેચોક ઉલ્લંઘન કરતાં નજરે પડ્યા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ છે તો સામે સમર્થકો તેને યોગ્ય ગણાવી રહ્યા છે.

લલીત વસોયાનો જવાબ : MLA લલિત વસોયાએ સમર્થકોની હાજરીમાં બર્થડે ઉજવ્યો આ ઘટનાના કારણે લોકોએ સવાલ કર્યા હતા કે સામાન્ય જનતા નિયમોનું ઉલ્લઘંન કરે તો સજા પણ નેતાઓ પોતે જો ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે ત્યારે કંઇ નહીં?

આ ઘટના બાબતેમીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું હતું કે ગાઈડલાઈનના નિયમોનો ભંગ નથી થયો માત્ર 45 સમર્થકો હાજર રહ્યા હતા. તેઓએ મારા બર્થડેની કેક કાપી હતી અને મારા રૂટિન કાર્યક્રમ વચ્ચે જ યુવા કાર્યકર્તાઓ કેક લઈ આવ્યા હતા તો અમે માત્ર કેક કાપી હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/HCI6NNDcvQA )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.