અમિત શાહ નરેન્દ્ર મોદીનું પણ નથી માનતા / કોરોનાની આબરૂ લુંટી ગૃહમંત્રી અમિત શાહે લોકોની ભીડ વચ્ચે વગર માસ્કે ‘ડોર ટુ ડોર’ પ્રચાર કરી કોરોનને આમંત્રણ આપ્યું : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) શનિવારે કૈરાના (Kairana) પહોંચ્યા હતા. તેઓ સ્થળાંતર કરી રહેલા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકો સાથે વાતચિત કરી રહ્યા છે. તેમણે પૂછયુ કે હવે તેમને કોઈ સમસ્યા છે. અમિત શાહ સાંકડી ગલીઓમાં થઈ લોકોના ઘરે ઘરે પહોંચ્યા અને પેમ્પલેટ આપ્યા હતા. તેમની સાથે અનેક મુસ્લિમ કાર્યકરો પણ જોડાયા હતા. કેટલાક કાર્યકરોએ શાહ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ રેલીના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે, દેશના ગૃહમંત્રી ભૂલી ગયા હતા કે, કોરોનાએ ફરીએકવાર માથું ઊંચું કર્યું છે. સાથોસાથ આખી રેલી દરમિયાન એક પણ વાર અમિત શાહ માસ્કમાં દેખાયા નહોતા.

ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર પ્રચાર દરમિયાન શાહે માસ્ક પહેર્યું ન હતું. કૈરાનામાં મીડિયા સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં વિકાસની નવી લહેર દેખાઈ રહી છે. ગેસ, વીજળી, આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ, દરેક વ્યક્તિને કોરોનાની રસી, આ બધી યોજનાઓ ગરીબોને સારી રીતે લાભ મળ્યો છે.

કૈરાનામાં શાહ સાથે બીજેપી ઉમેદવાર મૃગંકા સિંહ પણ જોવા મળ્યા હતા. તેઓ કૈરાનાથી જ ઉમેદવાર છે. મૃગંકા હુકુમ સિંહની પુત્રી છે. હુકુમ સિંહ એ જ સાંસદ છે જેમણે સૌથી પહેલા કૈરાનામાંથી હિંદુઓના હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કૈરાના બીજેપી માટે કેટલા મહત્વના છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક મહિના પહેલા યોગી આદિત્યનાથ પણ ત્યાં ગયા હતા.

બીજેપી સંગઠન સાથે જોડાયેલા એક રાજ્ય સ્તરીય નેતાનું કહેવું છે કે, અમિત શાહ કૈરાનામાં સ્થળાંતર કરી રહેલા પરિવારોને મળ્યા હતા. આ પહેલા તેમનો કાફલો ચૂંટણી માટે મેરઠ પહોંચવાનો અને ત્યાં રાત વિતાવવાનો કાર્યક્રમ હતો, પરંતુ બાદમાં કાર્યક્રમ બદલી નાખવામાં આવ્યો હતો. કૈરાનામાં અમિત શાહનું આગમન હિન્દુત્વનો સંદેશ આપશે. આ સાથે જ કૈરાનાની જમીન પરના સ્થળાંતરના ઘા ફરી ઉભરાશે અને તેનો ફાયદો ભાજપને મળી શકે છે. શાહ કૈરાના બાદ શામલી પણ જશે. આ પછી, સાંજે તેઓ મેરઠમાં પાર્ટીના પસંદગીના પદાધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક કરશે.

શાહએ સાંકડી ગલીઓમાં ઘરે-ઘરે પહોંચીને લોકોને પેમ્પલેટ આપ્યા. તેમની સાથે અનેક મુસ્લિમ કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા. કેટલાંક કાર્યકર્તાઓએ શાહની સાથે સેલ્ફી પણ પડાવી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે શાહે પ્રચાર દરમિયાન માસ્ક પહેર્યું ન હતું.

અમિત શાહે કૈરાનામાં મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે પ્રદેશમાં વિકાસની નવી લહેર જોવા મળી રહી છે. ગરીબના ઘરમાં ગેસ, વીજળી, આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ, દરેક વ્યક્તિને કોરોનાની વેક્સિન જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આ કૈરાના છે જ્યાં પહેલાં લોકો ભાગી રહ્યાં હતા. આજે લોકો બોલી રહ્યાં છે કે પલાયન કરનારાઓ પલાયન કરી ગયા. એટલે કે હવે તેમને કોઈ ડર નથી. તેઓમાં આત્મવિશ્વાસ છે. શાહે કહ્યું કે એક જાતિ માટે જ કામ કરતી સરકારની પ્રથા બંધ કરવાની છે.

શાહની સાથે કૈરાનામાં ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહ પણ જોવા મળી. તેઓ અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. મૃગાંકા હુકુમ સિંહના દીકરી છે. હુકુમ સિંહ તે જ સાંસદ છે, જેઓએ સૌથી પહેલા કૈરાનાથી હિંદુઓના પલાયનનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં આ મુદ્દો દેશભરના મીડિયામાં ચર્ચાનો વિષય હતો. કૈરાના ભાજપ માટે કેટલું મહત્વનું છે, તેનો ખ્યાલ તે વાતથી લગાવી શકાય છે કે મહિના પહેલાં યોગી આદિત્યનાથ પણ ત્યાં પહોંચ્યા હતા.

યોગીએ અહીં પલાયન કર્યા બાદ પરત ફરેલા પરિવાર સાથે મુલાકાત કરી હતી. ઓક્ટોબર 2021માં જ્યારે શાહ લખનઉ ગયા હતા ત્યારે તેમને પણ કહ્યું હતું કે પલાયન કરનારાઓ પલાયન કરી ગયા. શાહે તે દરમિયાન જ ઈશારાથી જ કહી દીધું હતું કે કૈરાના ચૂંટણી સમયે પણ યાદ કરવામાં આવશે.

મે 2016માં કૈરાનાના તત્કાલિન સાંસદ હુકુમ સિંહે કૈરાનાથી કેટલાંક હિન્દુઓ પલાયન કરી રહ્યાં છે તેવા આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું હતું કે મુસ્લિમ દબંગોના કારણે હિન્દુ પરિવાર કૈરાના છોડીને ભાગી રહ્યાં છે. આ મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ ઘણું રાજકારણ થયું હતું.

ગત દિવસોમાં લખનઉમાં ભૂપેશ બઘેલને લખનઉ એરપોર્ટ પર રોકી દેવાયા હતા. તેઓ પ્રચાર અંતર્ગત પહોંચ્યા હતા. અહીં તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાઈ હતી. શનિવારે અમિત શાહ જ્યારે કૈરાના પહોંચ્યા તો બઘેલે તેમના પર નિશાન સાધ્યું છે.

જેપી નડ્ડા શનિવારે અમરોહા પહોંચ્યા. નડ્ડાનું હેલિકોપ્ટર અહીં દિલ્હી-લખનઉ હાઈવે પર રજબપુર સ્થિત પૂર્વ સાંસદ કંવરસિંહ તંવરના ફાર્મ હાઉસ પર ઉતરશે. અહીં મુરાદાબાદ મંડલની 27માંથી 21 વિધાનસભા સીટના સંગઠન સાથે જોડાયેલા મહત્વના લોકોને બોલાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોને આ મીટિંગમાં નથી બોલાવવામાં આવ્યા.

દરેક વિધાનસભાથી સંગઠન સાથે જોડાયેલા 5-5 લોકોને જ આ કાર્યક્રમમાં એન્ટ્રી કરાશે. જે બાદ નડ્ડા બિજનૌર જશે અને સરસાવારમાં સિરોહી પેલેસમાં 10 વિધાનસભા સીટના સંગઠન સાથે જોડાયેલાં લોકોને મળશે.પાર્ટી સૂત્રોનું કહેવું છે કે જેપી નડ્ડાની સહારનપુરની મુલાકાત રદ થઈ ગઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *