શ્રદ્ધા હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, શ્રદ્ધાની હત્યા કરી આફતાબે બીજી પ્રેમિકાને પણ ઘરે બોલાવી, પછી જે થયું એ જાણીને તમારા હોશ ઉડી જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સાથે દિલ્હી પોલીસ મંગળવારે મહેરૌલીના જંગલમાં પહોંચી. તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પર 26 વર્ષની શ્રદ્ધાની હત્યાનો આરોપ છે. આફતાબે કબૂલાત કરી હતી કે હત્યા બાદ તેણે લાશના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા.

પોલીસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી શરીરના 10 અંગો મળી આવ્યા છે, પરંતુ પોલીસે હજુ સુધી તેના પર કોઈ નિવેદન આપ્યું નથી. એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, ‘આફતાબે હત્યા બાદ એક યુવતીને ફ્લેટમાં બોલાવી હતી. ત્યારે શ્રદ્ધાના શરીરના ભાગો ફ્લેટમાં જ હતા.’

આફતાબને શ્રદ્ધાના ટુકડા કરવાનો વિચાર લોકપ્રિય ક્રાઈમ થ્રીલર સીરીઝ ‘ડેક્રસ્ટર’ માંથી આવ્યો હતો. આફતાબ અને તે બીજી યુવતીની મુલાકાત ડેટિંગ એપ દ્વારા થઈ હતી. પોલીસ હવે આ ડેટિંગ એપ પરથી આફતાબની પ્રોફાઈલની માહિતી એકઠી કરી રહી છે. પોલીસ જણાવશે કે આફતાબ કઇ યુવતીને મળ્યો હતો અને તે યુવતી હત્યા પાછળનું કારણ છે કે નઈ.

મંગળવારે શોધખોળ દરમિયાન મળેલા શરીરના અંગો શ્રદ્ધા હોવાનું જણાય છે. ફોરેન્સિક તપાસ દ્વારા પણ તેની પુષ્ટિ થશે. ડીએનએ ટેસ્ટ પણ થશે. આફતાબે શ્રદ્ધાનો મોબાઈલ મુંબઈ કે તેની આસપાસ ફેંકી દીધો હતો. પોલીસ છેલ્લા લોકેશન દ્વારા તેની શોધખોળ કરી રહી છે.

દિલ્હી પોલીસ આફતાબ સાથે બીજી વખત મહેરૌલીના જંગલમાં પહોંચી છે. પોલીસે આફતાબ અને શ્રદ્ધાના કોમન ફ્રેન્ડ્સને પૂછપરછ માટે બોલાવ્યા છે. શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું, “મને લાગે છે કે આ લવ જેહાદનો મામલો છે. શ્રદ્ધાના પિતાએ અપીલ કરી છે કે, આફતાબને ફાંસી ની સજા કરશો.

શ્રદ્ધા તેના કાકાની નજીક હતી પરંતુ વધુ વાતચીત થઈ નથી હું ક્યારેય સંપર્કમાં નથી રહ્યો.” શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે ડેટિંગ એપ બમ્બલ દ્વારા જ બીજી યુવતીનો સંપર્ક કર્યો હતો. તેમજ એક યુવતીને ફ્લેટમાં બોલાવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બીજી યુવતી ઘરે આવી ત્યારે શ્રદ્ધાના શરીરના અંગો ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. આફતાબે તેને કબાટમાં સંતાડી દીધા.

દિલ્હી પોલીસ હવે બમ્બલ પાસેથી માહિતી મેળવવાની તૈયારી કરી રહી છે. પોલીસ એ જાણવા માંગે છે કે શું છે આ યુવતીની હત્યા પાછળનું કારણ…


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *