શું AAP નું પતન નક્કી? / ત્રણ રાજીનામાની હેટ્રિક બાદ AAP માંથી વધુ એક વિકેટ પડશે, જુઓ આ પ્રેદેશ નેતા આપશે રાજીનામુ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે સોમવારનો દિવસ ભારે રહ્યો હતો. AAP ને એક દિવસમાં મોટા ત્રણ ઝટકા ખાવાના વારો આવ્યો હતો. જેમાં પહેલાં વિજય સુવાળા, પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ધબાય નમ: નક્કી હોવાનું સ્થિતિ દેખાઈ રહી છે, એટલે કે AAP પાર્ટીમાંથી વધુ એક વિકેટ પડવાના અણસાર જોવા મળી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજીનામાની હેટ્રિક બાદ વધુ એક વિકેટ પડે તો નવાઈ નહીં. વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ પણ ગુજરાતી સિંગર વિજય સુવાળાના રસ્તે જશે કે કેમ? તેના વિશે ચર્ચા ચાલી રહી છે. યુવરાજસિંહ આપમાં રહીને પણ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવે છે. ત્યારે હાલ યુવરાજસિંહને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે.

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ પાર્ટીમાંથી રાજીનામું આપશે તે સૌથી પહેલા પ્રસારિત કર્યું હતું. વિજય સુવાળા ભાજપમાં જોડાશે. બીજી બાજુ આપ પાર્ટીની હાલત ખુબ જ ખરાબ દેખાઈ રહી છે. ગાંધીનગરમાં હાર બાદ પણ ગર્જ્યા મેહ વરસ્યા નહીં. જાણવા મળી રહ્યું છે કે આપ પાર્ટીમાં સંગઠનના પાયા કમજોર, હજુ પણ વિકેટ ખરશે. હવે આપમાં ઈસુદાન અને ઈટાલિયા એકલા પડ્યા છે. ગુજરાતમાં AAPનો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે સોમવારનો દિવસ ભારે રહ્યો હતો. AAP ને એક દિવસમાં મોટા ત્રણ ઝટકા ખાવાના વારો આવ્યો હતો. જેમાં પહેલાં વિજય સુવાળા, પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો.

સોમવારે ગુજરાતના રાજકારણમાં મોટો ઉલ્ટફેરનો દિવસ રહ્યો હતો. આમ આદમી પાર્ટી છોડી સૌથી પહેલા ગુજરાતી સિંગર વિજય સુવાળા ગયા પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહેશ સવાણીએ AAP માંથી રાજીનામું આપ્યાના થોડાક જ કલાકોમાં ભાજપમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું હતું. AAP છોડીને ભાજપમાં ભળેલા ગુજરાતી સિંગર નેતા વિજય સુવાળાએ મહેશ સવાણીને આમંત્રણ આપ્યું હતું. મહેશ સવાણીએ આપમાંથી રાજીનામું આપ્યાના 1 કલાક બાદ ભાજપનું આમંત્રણ મળતાં લોકોના મનમાં ભમી રહેલા વિચારો અને વાતો સાચી પડતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહેશ સવાણીને અન્ય કોઈ પાર્ટી પ્રસ્તાવ આપે એ પહેલાં જ ભાજપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને મોટા નેતા એવા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા પછી જણાવ્યું હતું કે હું હવે આમ આદમી પાર્ટીમાં નથી, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. વિજય સુવાળા અને નીલમ વ્યાસ તો ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ભમ્યા કરે છે કે શું મહેશ સવાણી પણ મોડા વહેલા ભાજપમાં જોડાશે? જોકે મહેશ સવાણી સાથેની વાતચીતમાં તેમને પોતાનો ઈરાદો તો સ્પષ્ટ કરી દીધો હતો કે હાલ હું લોકોની સેવા કરવા માંગું છું, પરંતુ ભવિષ્યમાં જરૂરિયાત જણાશે તો હું પાર્ટીમાં જોડાઈશ. સોમવારે પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથેના ઈન્ટરવ્યૂમાં તેમણે ભાજપમાં જોડાવવા અંગે ગોળ ગોળ વાતો કરી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કે ભવિષ્યમાં શું છે મહેશ સવાણીનો પ્લાન?

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે હવે હું આમ આદમી પાર્ટીમાં નથી, હવે હું સંપૂર્ણ સમય સમાજ સેવા કરીશ. વધુમાં જે સેવા કરતા હશે એમની સાથે જોડાઈશ. આમ આદમી પાર્ટીમાં મારી પાસે કોઈ હોદ્દો નહોતો, મને હોદ્દાનો કોઈ મોહ નથી, હું સેવાનો માણસ છું, સેવાના માધ્યમમાં નિયમિત કામ હતું તે કરીશ.. મને કોઈની બીક નથી કે નથી મને કોઈનું દબાણ…હું દબાણમાં રહી શકું એવો માણસ નથી. રાજીનામું આપતાં પહેલાં મેં કોઈ સાથે વાત કરી નથી. મહેશ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે મારે કોઈ વિશે ખરાબ બોલવું પડે. હું પાટીલ સાહેબને કે કોંગ્રેસના કોઈ નેતાને મળ્યો નથી. કોઈ પણ પક્ષ સ્વાભાવિક રીતે જ કોઈને છોડવા માગતો નથી.

રાજનીતિ માટે નહીં પરંતુ સમાજ સેવા માટે ફરીથી જોડાવા મનામણા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે, તમે રાજનીતિ કરવા માટે નહીં પરંતુ સમાજ સેવા કરવા માટે અમારી સાથે જોડાઈ જાવ. તમે અમારા પક્ષના વડીલ છો અને તેના કારણે તમારે અમને માર્ગદર્શન આપવું જ પડશે અને તમે અમારી સાથે ફરીથી કામે લાગી જાવ.

મહેશ સવાણીની વેસુ ખાતેની ઓફિસ છે, જ્યાં કાર્યકર્તાઓ તેમને મનાવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને કેટલા કાર્યકર્તાઓ તેમના પગે લાગીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહવાન કર્યું છે.

આપના નેતાઓને મહેશ સવાણી ફરી જોડાય તેવો પીરો વિશ્વાસ
ધર્મેન્દ્ર ભંડેરી (વિરોધ પક્ષના નેતા)એ જણાવ્યું કે, તેઓ માની જશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. મહેશ સવાણી કહે છે કે મારે રાજકારણ નથી કરવો મારે સમાજ સેવા કરી છે ત્યારે અમારો પણ એ જ કહ્યું હતું કે અમે પણ રાજકારણ કરવા માટે નથી આવ્યા. અમે પણ સમાજસેવા કરવા માટે જ આવ્યા છે

એ પ્રકારની વાત અમે મહેશ સવાણીને કરવા આવ્યા છીએ અને તેઓ ફરીથી પક્ષમાં જોડાઈ જાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છે. અમારા અંતરાત્મા એવું કહે છે કે મહેશભાઈ સવાણી ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં જોડાઇ જશે.

મહેશ સવાણીના નિર્ણયથી દુઃખી : કોર્પોરેટર અસ્મિતા શિરોયા જણાવ્યું કે અમે મહેશ સવાણીને મનાવવા માટે આવ્યા છે. અમે અમારી વાત મહેશભાઈને કહીશું અને તેમને ફરીથી એક વખત મનાવવાનો પ્રયાસ કરીશું. મહેશભાઈ અમારી પાર્ટીના વડીલ નેતા છે અને તેમણે એક આ નિર્ણય લીધો છે તેનાથી અમે દુઃખી થયા છે પરંતુ ફરી એક વખત તેઓ પાર્ટીમાં આવી જાય એના માટે અમે તેમને મનાવવા માટે તેમની ઓફિસે પહોંચ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.