પાછું ખેલા હોબે / બંગાળ બાદ આ રાજ્યમાં પણ ‘ખેલા હોબે’? એક રાજીનામાંથી ભાજપ સરકાર પર સંકટ હોવાની અટકળો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી બિપ્લબ સરકાર સંકટમાં આવી ગઈ છે.

  • ધારાસભ્ય વૃષકેતુ દેબવર્માએ પોતાનું રાજીનામું
  • ધારાસભ્ય દેવવર્માએ ખાનગી કારણથી રાજીનામુ આપ્યાનું કહ્યું છે
  • મમતા ત્રિપુરામાં પણ ભાજપનો ખેલ બગડી શકે છે

વૃષકેતુએ મંગળવારે સાંજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યુ

ઈન્ડિજનસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા(આઈપીએફટી)ના ધારાસભ્ય વૃષકેતુ દેબવર્માએ પોતાનું રાજીનામુ મંગળવારે સાંજે વિધાનસભા અધ્યક્ષને સોંપ્યુ છે. જો કે વિધાનસભાના અધ્યક્ષ રેવતીમોહન દાસે બુધવારે જણાવ્યુ હતુ કે રાજીનામાની પ્રતિકાત્મક આધાર પર સ્વીકાર નહીં કરવામાં આવે. ભાજપ- આઈપીએફટી ગઠબંધન 2018થી 60 સીટોમાં 44 સીટો જીતી વામ મોર્ચાને હરાવ્યો હતો. પરંતુ એક ધારાસભ્યના રાજીનામાથી ભાજપ શાસિત સરકાર સંકટમાં આવતી દેખાઈ રહી છે.

મમતા ત્રિપુરામાં પણ ભાજપનો ખેલ બગડી શકે છે

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. ત્યારે ટીએમસી સામે બળવો કરી ભગવો ધારકણ કરનારા મુકુલ રોયે ફરી દીદીનો હાથ પકડ્યો છે. જે બાદ કહેવામાં આવી રહ્યુ છે કે ત્રિપુરામાં પણ ભાજપનો ખેલ બગડી શકે છે. કેમ કે અનેક ધારાસભ્યો કથિત રીતે ટીએમસી અને રોયના સંપર્કમાં છે.

ધારાસભ્ય દેવવર્માએ ખાનગી કારણથી રાજીનામુ આપ્યાનું કહ્યું છે

જો કે હજું સુધી રાજીનામુ આપનારા ઘટક દળના ધારાસભ્ય દેવવર્માએ ખાનગી કારણ હોવાનું કહ્યુ છે. પરંતુ કેટલાક મહિનાથી ત્રિપુરા ભાજપની અંદર કલેશ વર્તાઈ રહ્યો છે. આ જ કારણે રાજકારણ બેડામાં ચર્ચા છે કે શું બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી ભાજપનો ખેલ બગાડી રહ્યા છે. એટલું જ નહીં ત્રિપુરાને લઈને એક ગીત રિલીજ થઈ ચૂક્યું છે. બંગાળની જેમ અહીં પણ ‘ખેલા હોબે ત્રિપુરાય’ ગીત રિલિજ કર્યુ છે. ત્રિપુરામાં મમતાને એટલા માટે શક્યતા દેખાઈ રહી છે કેમ કે ગત કેટલાક મહિનાથી ત્યાં ભાજપની અંદર વિખવાદ ચાલી રહ્યો છે અને અનેક નેતામાં અસંતોષ વધી રહ્યો છે. તેનો જ ફાયદો મમતા લઈને ભાજપના નેતાઓને પોતાની તરફ ખેંચી રહી છે. હવે જોવાનું કહ્યું કે રાજીનામુ આપનારા ધારાસભ્ય દેબબર્મા કઈ તરફ વાટ પકડે છે. મમતાની ઠેકડી સતત મોદી-શાહ પર ભારે પડતી દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.