બાપ-દીકરાએ હેવાનિયતની હદ વટાવી / યુવતીને ગર્ભવતી કરી દીકરો ભાગી ગયો, જુઓ નરાધમ બાપ પણ આ મોટી લાલચે આચરતો રહ્યો વારંવાર દુષ્કર્મ

ઇન્ડિયા

અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ આ વખતે રાજસ્થાનમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના જયપુરના રહેવાસી પુત્ર અને પિતા બંનેએ મળીને સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

મળેલી માહિતી મુજબ આ ઘટના મુહાના પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં પહેલા એક યુવકે લગ્નના બહાને સગીરાને ગર્ભવતી બનાવી હતી. પ્રેગ્નન્સીની જાણ થતાં જ તે તેને છોડીને ભાગી ગયો હતો. આ પછી, જ્યારે તે યુવકને શોધવા માટે આરોપીના પિતા પાસે ગઈ ત્યારે તેના પિતાએ મજબૂરીનો લાભ લઈને તેણે પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીના પિતાએ સગીરાને તેના મિત્રને પણ સોંપી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ 12 ઓગસ્ટ 2020ના રોજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ઓગસ્ટ 2019ના રોજ તે 17 વર્ષની હતી. તે આરોપી રોની રાજોરિયા સાથે રહેતી હતી. રોનીના માતા-પિતા તેના રોની સાથે લગ્ન કરાવશે આવું કહીને તેને રાખી હતી. 17 નવેમ્બરના રોજ રોની ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તે સમયે તે ગર્ભવતી હતી. જ્યારે પીડિતાએ રોનીના માતા-પિતાને તેના વિશે પૂછ્યું તો તેઓએ કાઈ જ જણાવ્યું નહિ.

પીડિતાએ ફરિયાદ દરમિયાન જણાવ્યું હતું કે, રોનીના પિતાએ જુલાઇ અને ઓગસ્ટ 2019માં પુત્રના લગ્ન કરાવવા તેમજ તેને શોધવાને બદલે ન કરવાના કામ શરુ કર્યા. આ સિવાય તે નરાધમે કલેક્ટર સર્કલ પાસેની હોટલમાં તેનો એક મિત્ર છે જે રેલ્વેમાં ટીટી છે, તેની સાથે પણ જબરદસ્તીથી સંબંધ બંધાવ્યા. તેણીએ જ્યારે પણ રોની વિશે પૂછ્યું ત્યારે તેણે ટૂંક સમયમાં આવશે તેમ કહીને સંબંધ બાંધતો હતો.

જાણવા મળ્યું છે કે, પીડિતા નવેમ્બર 2019 પછી તેના સંબંધીઓ સાથે રહી. માર્ચ 2020ના રોજ જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે તેણે રોનીના માતા-પિતાને જણાવ્યું હતું, પરંતુ તેઓ આવ્યા નહીં. આ પછી રોનીના પિતા રાજેશ રાજોરિયાએ તેને 26 જુલાઈ 2020ના રોજ પોતાના ફ્લેટમાં બોલાવી અને રોની સાથે લગ્ન કરવાનું કહીને તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતા રહ્યા. આ મામલામાં પોલીસે આરોપી રોની ફરાર હતો તેની પણ ધરપકડ કરી લીધી છે.આ સિવાય પિતા સહિત 3 લોકોની ધરપકડ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.