રાજીનામું / દુ:ખ તો થઈ રહ્યું છે પરંતુ હવે…: મોદી કેબિનેટમાથી રાજીનામા બાદ જાણો કયા નેતાએ હૈયાવરાળ ઠાલવી

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કેબિનેટ વિસ્તરણમાં થયેલા ફેરફરોમાં 12 મંત્રીઓને તેમના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે.

કેબિનેટ વિસ્તરણમાં થયેલા ફેરફરોમાં 12 મંત્રીઓને તેમના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય પર્યાવરણીય મંત્રી બાબુલ સુપ્રિયોને બુધવારે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેમણે ફેસબુક પર પોતાના આ રાજીનામા વિશે એક પોસ્ટ લખી હતી અને લખ્યું કે “મને રાજીનામુ આપવા માટે કહ્યું હતું અને મે રાજીનામું આપ્યું હતું”

તેમણે આ પોસ્ટમાં ઘણી વાત લખી હતી, “જ્યાં ધુમાડો હોય છે ત્યાં આગ જરૂર હોય છે. હા, મને રાજીનામું આપવાનું કહ્યું હતું અને મે રાજીનામું આપી દીધું હતું . હું માનનીય પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેમણે મને પોતાના મંત્રીપરિષદના સભ્ય તરીકે મારા દેશની સેવા કરવાનો મોકો આપ્યો. આગળ તેમણે લખ્યું કે “મને ઘણી ખુશી છે કે આજે હું એકદમ કોઈ પણ લાંછન વગર નીકળ્યો છું. આસનસોલે મને ફરી એક્વાર સાંસદના રૂપે 2019માં ત્રણ માર્જિન સાથે જીત અપાવી.

આગળ તેમણે લખ્યું કે “મારા એ સહયોગીઓને પણ મારી શુભકામનાઓ, તે લોકોના નામ નથી કહી શકતો પણ જે બંગાળથી માનનીય મંત્રીના રૂપે આજે શપથ લેશે. હું નિશ્ચિત રૂપે મારા પોતાના માટે દુખી છું પણ નવા મંત્રીઓ માટે ઘણો ખુશ છું.”

રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આપ્યું રાજીનામું
મોદી કેબિનેટના 43 મંત્રીઓનું સામે લીસ્ટ સામે આવ્યું
કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં 43 નેતા કેન્દ્રીય મંત્રી પદના શપથ લેશે
રમેશ પોખરિયાલ નિશંક અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રાજીનામું આપ્યું
દેવાશ્રી ચોધરીને પણ મંત્રી મંડળમાંથી હટાવાશે
ઓબીસી ઉપરાંત એસસી અને એસટીને પણ કેબિનેટમાં સ્થાન અપાશે.

મોદી કેબિનેટ વિસ્તરણ પહેલા એક મોટી ખબર આવી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને પર્યાવરણીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાજીનામું આપ્યું છે. પ્રસાદ અને જાવડેકરે સાથે કુલ 12 મંત્રીઓએ રાજીનામા આપ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.

રાજીનામા આપનાર 12 મંત્રીઓ
(1) ડોક્ટર હર્ષવર્ધન
(2) રમેશ પોખરિયાલ નિશંક
(3) સંતોષ ગંગવાર
(4) બાબુલ સુપ્રિયો
(5) રાવ સાહેબ દાનવે પાટિલ
(6) સદાનંદ ગૌડા
(7) રતનલાલ કટારિયા
(8) પ્રતાપ સારંગી
(9) દેબોશ્રી ચોધરી
(10) થાવરચંદ ગેહલોત
(11) રવિશંકર પ્રસાદ
(12) પ્રકાશ જાવડેકર

Leave a Reply

Your email address will not be published.