દિલદાર આનંદ મહિન્દ્રા / પિતાના મોત બાદ માસુમ અનાથ બાળકો આ રીતે ચલાવતા હતા રેસ્ટોરન્ટ, આ જોઈને પીગળ્યું આનંદ મહિન્દ્રાનું દિલ, જુઓ કરી આ રીતે મદદ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આનંદ મહિન્દ્રા પોતાની દયા અને એક્ટિવનેસના કારણે દરરોજ સમાચારોમાં રહે છે. તાજેતરમાં, અન્ય એક ટ્વિટમાં, તેમણે એક રેસ્ટોરન્ટમાં જવાનું વચન આપ્યું હતું. જોકે, એક વીડિયોમાં બે બાળકો જોવા મળે છે જે લોકોને તેમની રેસ્ટોરન્ટમાં આવવાની અપીલ કરે છે. આ વીડિયો જોઈને આનંદ મહિન્દ્રાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે જાહેરમાં બાળકોને વચન આપ્યું કે તેઓ જ્યારે પણ અમૃતસર આવશે ત્યારે તેઓ તેમની રેસ્ટોરન્ટમાં ચોક્કસ જશે.

શું છે સમગ્ર મામલો?
ગત દિવસો દરમ્યાન અમૃતસર વોકિંગ ટુર્સ (Amritsar Walking Tours) નામની YouTube ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં 17 વર્ષના જશનદીપ સિંહ અને 11 વર્ષના અંશદીપ સિંહની કહાની છે, જેઓ અમૃતસરમાં Top Grill નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. તેના પિતાએ થોડા મહિના પહેલા આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી, પરંતુ 26 ડિસેમ્બર 2021ના રોજ તેનું દુઃખદ અવસાન થયું. હવે આ બંને બાળકો મળીને આ રેસ્ટોરન્ટ ચલાવે છે અને તેમના માટે આ જગ્યાનું ભાડું ચૂકવવું પણ મુશ્કેલ છે. વીડિયોના અંતમાં અંશદીપ સિંહ લોકોને તેમના ત્યાં આવવાની અપીલ કરતા જોવા મળે છે.

આનંદ મહિન્દ્રાએ આપ્યો જવાબ
11 વર્ષના આ માસૂમના અવાજને આનંદ મહિંદ્રાએ સાંભળ્યો અને તેનો જવાબ પણ આપ્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું (Anand Mahindra Viral Video) આ બાળકોની તકલીફ એ લોકોમાંથી એક છે જે મેં અવારનવાર જોઇ છે. બહુ જલ્દી આ બાળકોની રેસ્ટોરન્ટની બહાર લોકોની લાઈન લાગી શકે છે.

આનંદ મહિન્દ્રા આગળ લખે છે કે મને અમૃતસર ગમે છે અને હું ઘણીવાર આ શહેરમાં વિશ્વની સૌથી સ્વાદિષ્ટ જલેબી ખાવા માટે જાઉં છું, પરંતુ હવે આ રેસ્ટોરન્ટ મારી યાદીમાં સામેલ થઈ ગઈ છે અને હવે જ્યારે પણ હું આગામી વખતે આ શહેરમાં જઈશ ત્યારે ચોક્ક્સ હું ખાવાનું ખાઈશ.

ટ્રેન્ડ થઇ રહ્યું છે બાબા કા ઢાબા
જો કે, મહિન્દ્રાના આ ટ્વિટ સાથે ટ્વિટર પર #BabaKaDhaba ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બાબાનો ધાબા દિલ્હીમાં કોરોના કાળ દરમિયાન ઘણો લોકપ્રિય બન્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *