ભારે કરી / ઊંઘતા અને લંપટ શિક્ષક પછી હવે આવી ‘ધુણતી શિક્ષિકા’, જુઓ કલાસરૂમમાં કરે છે એવા કાંડ કે બાળકો શું જાણીને તમે પણ ગભરાઈ જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

માંગરોળ તાલુકાના પાનસરા ગામે શાળાના શિક્ષિકાની શાળામાં ગેર વર્તણૂંકને લઈ બાળકો જ નહિ માતાપિતા પણ ભયભીત થયા છે. શિક્ષિકા ચાલુ શિક્ષણ કાર્યમાં ધુણતા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી કે, જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહિ મોકલીએ.

માંગરોળ તાલુકાના પાનસરા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા બાળકોને ભણાવે છે. પરંતુ તેઓ અચાનક ચાલુ શિક્ષણ દરમ્યાન અચાનક ધૂણવા લાગી જાય છે. આ જોઈને ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકો અચાનક ડરી જાય છે અને અને શાળાની બહાર નીકળી જાય છે. આ ક્રમ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે.

જેને લઈ ગ્રામજનો દ્વારા આજે શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી. ગ્રામજનો અને વાલીઓએ આક્ષેપ મૂક્યા કે, શિક્ષિકા અંધશ્રદ્ધાને લઈ વારંવાર શાળામાં આવી હરકતો કરે છે. આ શિક્ષિકા એટલા અજીબ છે કે, શાળામાં બધા શિક્ષિકાની આવી હરકતોથી હેરાન છે, શિક્ષિકા ક્યારેક ધુણવા માંડે છે તો ક્યારેક આખા ઓરડામાં કંકુ વેરી નાંખે છે.

ક્યારે તો ગામના ઘરોમાં પણ કંકુનો છંટકાવ કરી આવે છે. એક વાર તો શિક્ષિકા આખા ગામમાં કચરો વાળીને સફાઈ પણ કરી આવ્યા હોવાનું વાતો સામે આવી છે.

જોકે શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટનાને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી અને જેમ બને એમ જલ્દી સમસ્યાનું નિરાકાર લાવવા બાંહેધરી આપી રહ્યા હતા. જોકે અધિકારીના જણાવ્યા મુજબ, શિક્ષિકા માનસિક રીતે અસ્વસ્થ છે. અને તેમની આ બાબતે સારવાર પણ ચાલી રહી હોવાનું જણાવ્યું.

શિક્ષિકાની આ હરકતથી વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો પણ હેરાન પરેશાન છે. જો વહેલી તકે આનું બાબતનું નિરાકરણ નહીં આવે તો બાળકોનું શિક્ષણ કાર્ય બગડવું નિશ્ચિત છે. જોકે શિક્ષિકાની આવી હરકતોને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ભય ફેલાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.