આ તો કેવી માતા / જુઓ પુત્રીને જ મારી નાખવા રીંછ સામે ધક્કો માર્યો, વિડિઓ જોઈને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ

એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી એટલે તેમણે માતાને બનાવી. કારણ કે એક માતા પોતાના બાળકોને બચાવવા માટે કઈ પણ કરી છૂટે છે. પરંતુ શું તમે કોઈ એવી માતા જોઈ જે પોતાના છોકરાઓની જ દુશ્મન બની જાય? આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં જોવા મળ્યો. અંહીં એક માતા તેના બાળકને ફેરવવા માટે ઝૂ પહોંચી જાય છે અને પછી તેના માસૂમ બાળકને રિંછ પાસે ધકેલી દે છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો.

પુત્રીને મારી નાખવા માટે કર્યું આ કામ
આ વીડિયો જોયા બાદ તમે બિલકુલ દંગ રહી જશો કારણ કે કોઈ માતા આવું કરી શકે ખરી? દરેક જણ આ કલિયુગી માતાને ખુબ ગાળો આપી રહ્યા છે. સદનસીબે ઝૂના કર્મચારી સમયસર રિંછના પિંજરામાં પહોંચી ગયા અને બાળકીને બચાવી લીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તાશ્કંદની એક 3 વર્ષની બાળકી તેની માતા સાથે ઝૂમાં ગઈ હતી. ત્યારબાદ તેની માતા તેને રિંછ બતાવવા માટે તેના ઘરની રેલિંગ પાસે ઊભી રહી ગઈ.

બધુ બરાબર ચાલતું હતું પરંતુ ગણતરીની પળોમાં એવું થયું કે ત્યાં હાજર બધા સ્તબંધ થઈ ગયા. મહિલાએ રિંછને જોવાના બહાને પુત્રીને રેલિંગથી ધક્કો મારી દીધો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક મહિલા બાળકને ધક્કો મારતી જોવા મળે છે.

સદનસીબે રિંછે બાળકી પર હુમલો ન કર્યો
જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેવી બાળકી પડી કે રિંછ તરત જ તેની પાસે જવાની કોશિશ કરે છે. જો કે અહીં એ જોઈને રાહત મળે છે કે ઝૂઝૂ નામનો આ રિંછ છોકરીને કશું કરતો નથી. રિંછે તેને સૂંઘી અને જવા દીધી. આ બાજુ બાળકી પડ્યાના સમાચાર મળતા જ ઝૂના કર્મચારીઓ તરત જ ત્યાં પહોંચી ગયા અને તેમણે બાળકીને હેમખેમ બહાર કાઢી. બાળકીને મામૂલી ઈજા થઈ છે. પરંતુ તે ખુબ ડરેલી છે.

 


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.