આ નિવેદનથી ભાજપ લાલઘૂમ / અખિલેશ યાદવે PM મોદીને એવું કહ્યું કે ભાજપના નેતાઓએ ના સંભળાવાનું સંભળાવ્યું : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પીએમ મોદીના કાશી પ્રવાસને લઈને વિપક્ષી નેતાઓ પ્રહાર કરી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના નિવેદન પર મોટો વિવાદ ઊભો થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે કાશીના પ્રવાસે પહોંચ્યા છે, એક બાદ એક અનેક કાર્યક્રમોને લઈને પીએમ મોદીની ચર્ચા થઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એવું વિવાદિત નિવેદન આપ્યું છે કે સોશ્યલ મીડિયામાં લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

કાશી મુદ્દે અખિલેશ યાદવે કહ્યું હતું કે પીએમ મોદી એકાદ મહિનો ત્યાં જ રોકાઈ જાય, બે ત્રણ મહિના રહો. બહુ સારી વાત છે. અંતિમ સમયમાં બનારસમાં રહેવામાં આવે છે.

ભાજપ નેતાઓ આ નિવેદન પર ગુસ્સે ભરાયા હતા. આ પ્રકારનાં નિવેદનને હલકા ગણાવવામાં આવ્યા અને કહ્યું કે જે પ્રકારે કાશીનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે તે અખિલેશ યાદવ જોઈ નથી શકતા. યુપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે આવી સંસ્કાર વગર વાતો બતાવે છે કે આશીને લઈને તેમના મનમાં કેવી ખીજ છે. તેઓ ઔરંગઝેબની વિચારધારાના છે, ભગવાન ભોલેનાથ તેમને સદબુદ્ધિ આપે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ અખિલેશ યાદવને ઔરંગઝેબ કહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અખિલેશ યાદવને જિન્નાવાદી કહીને કટાક્ષ કર્યો. ભાજપ પ્રવક્તા શાહજાદે કહ્યું કે જે માણસ પોતાના પિતાનું સન્માન ન કરી શક્યો તેનાથી શું આશા કરી શકાય?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલથી યુપીના કાશીના પ્રવાસ પર છે, કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા આખો દિવસ અધ્યાત્મમાં પીએમ મોદી લીન રહ્યા. ગંગા આરતી બાદ અડધી રાતે અચાનક પીએમ મોદી ફરીથી કાશીની ગલીઓમાં નીકળી પડ્યા હતા. સીએમ યોગી પણ સાથે હતા, પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

સોમવારે રાતે બનારસ રેલવે સ્ટેશન પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન બનારસ. આ સિવાય પીએમ મોદીએ ફરીથી કોરિડોરનો પણ પ્રવાસ કર્યો અને ચાલી રહેલા કામ પર નજર નાંખી. મોડી રાતે પીએમ મોદીએ તસવીરો શેર કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.